Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગ્રામપંચાયત ચુંટણી મતદાન પૂર્વે ઉમેદવારી મુદ્દે હુમલો

ગ્રામપંચાયત ચુંટણી મતદાન પૂર્વે ઉમેદવારી મુદ્દે હુમલો

ચાર શખ્સો વિરુદ્ધ ઉમેદવાર મહિલા અને તેના પુત્રને માર માર્યાની ફરિયાદ

- Advertisement -

વિજરખી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી પૂર્વે સરપંચની ચુંટણીમાં સભ્ય તરીકે ઉમેદવારી કરનાર મહિલા અને તેના પુત્રને સામેના જૂથના 3 શખ્સોએ ઘરમાં ઘુસી માર મારી ચૂંટણી લડવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાની વિજરખી ગ્રામ પંચાયતની ચૂંટણી નું મતદાન શરુ થાય તે પૂર્વે ગઈકાલે રાત્રે અઢી વાગ્યે સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવનાર સામુબેન બાબુભાઇ લીલાપરા નામના મહિલાના ઘરે ભરતસિંહ અમરસંગ ઝાલા, પ્રદીપસિંહ નવલસિંહ ઝાલા, યુવરાજસિંહ સરદારસિંહ પિંગળ તેમજ અન્ય એક અજાણ્યા સહીત ચાર શખ્સો એ જઈને ‘તારે અમારા સામે ચુટણી લડવી છે’ તેમ કહી મહિલાને જેમ ફાવે તેમ ગાળો બોલી આરોપી યુવરાજે મહિલાને લાકડીના ઘા મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. તેમજ પ્રદીપસિંહે મહિલાના દિકરા અરવીંદભાઇને લાકડીનો ઘા મારી ઇજાઓ પહોંચાડી તેમજ અજાણ્યા ઇસમે ઢીકા પાટુનો માર મારી ઈજાઓ પહોચાડી હતી. માર મારી ચારેય શખ્સોએ ધમકી આપી હતી કે ‘ચુટણીમાં ઉમેદવારી કરશો તો જાનથી મારી નાખીશુ’ આ બનાવ બાદ સામુબેન દ્વારા પંચકોશી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલાએ ચારેય આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨),૪૫૨,૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular