Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરચેક રિટર્ન થયાની જાણ કરવા જતા વેપારી ઉપર હુમલો

ચેક રિટર્ન થયાની જાણ કરવા જતા વેપારી ઉપર હુમલો

ચેક રિટર્ન થયાની જાણ કરવા ઘરે જતાં વિશાલની માતાએ ગાળાગાળી કરી : મસીતિયા રોડ પર વિશાલે વેપારીના માથામાં ટિફીન ફટકાર્યુ : પોલીસ દ્વારા તપાસ

જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર વેપારી ઉપર માતા અને પુત્રએ ગાળો કાઢી સ્ટીલના ટીફીનનો ઘા મારી ઢીકાપાટુનો માર માર્યો હતો.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતાં દિવ્યેશભાઈ પરશોતમભાઈ ખાણધર (ઉ.વ.28) નામના વેપારી દ્વારા જમા કરાવેલો વિશાલ કાડડિયાનો ચેક રિટર્ન થતા વેપારી દરેડ ગામમાં રહેતાં વિશાલ કામડિયાના ઘરે ગયો હતો તે દરમિયાન વિશાલની માતાએ વેપારીને ગાળો કાઢી હતી. ત્યારબાદ વેપારી મસીતિયા રોડ પર જતો હતો ત્યારે વિશાલ કામડીયા મળી જતા તેણે ગાળો કાઢી સ્ટીલના ટિફિનનો ઘા માથામાં મારી ઈજા પહોંચાડી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા વેપારી દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે માતા અને પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular