Monday, December 15, 2025
Homeસમાચારરાષ્ટ્રીયપૂંછમાં સૈન્ય વાહન પર હુમલો, પાંચ જવાન શહિદ

પૂંછમાં સૈન્ય વાહન પર હુમલો, પાંચ જવાન શહિદ

જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં ઘાત લગાવીને આતંકવાદીઓએ કરેલાં હુમલામાં સેનાના પાંચ જવાનો શહીદ થયા છે અને એકને ઇજા પહોંચી છે તેમ સેનાએ જણાવ્યું છે. આ તમામ જવાનો આતંકવાદ વિરોધી ઝુંબેશમાં જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બનતાં સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ તમામ જવાનો રાષ્ટ્રીય રાયફલ્સ યુનિટના હતા. સેના વડા જનરલ મનોજ પાંડેએ આ ઘટના અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને માહિતી આપી છે. સંરક્ષણ મંત્રીએ ટ્વિટ કર્યું હતું કે ‘પૂંચ જિલ્લામાં બનેલી આ આઘાતજનક ઘટનાથી દુખ અને ગુસ્સો છે. ભારતીય સેનાએ તેના બહાદુર સૈનિકો ગુમાવ્યા છે. મૃતકના પરિવારો સાથે મારી લાગણી છે.’

- Advertisement -

સેનાએ વધુમાં માહિતી આપી હતી કે સેનાના જવાનો જે વાહનમાં જઇ રહ્યા હતા તેને અજાણ્યા આતંકીઓ દ્વારા આગ લગાડી દેવાઇ હતી. આતંકીઓએ ગ્રેનેડ ઝીંકીને વાહનમાં આગ લગાડી હોવાનું મનાઇ રહ્યું છે. આ ઘટના સાંજે ત્રણ કલાકની આસપાસ બની હતી. રાજોરીની ભીમ્બેર ગલી અને પૂંચ વચ્ચે જઇ રહેલા સેનાના વાહન પર અજાણ્યા આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો લાભ લઇ આતંકીઓ ભાગી ગયા હતા. જેમાં આ વિસ્તારમાં આતંકીઓને ઝેર કરવાની કામગીરીમાં લાગેલા રાષ્ટ્રીય રાઇફલ્સ યૂનિટના પાંચ જવાનોએ કમનસીબે તેમનો જીવ ગુમાવ્યો છે. સેનાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં એક સૈનિકને ગંભીર ઇજા થઇ છે અને તેને તત્કાળ રાજોરીની આર્મી હોસ્પિટલમાં લઇ જવાયો છે. આતંકીઓને પકડવા માટે કામગીરી ચાલી રહી છે.

વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ જમ્મુ શહેરમાં તાવી બ્રિજ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાન વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. આતંકી ઘટના બાદ ભીમ્બેર ગલી- પૂંચ રોડ પરનો ટ્રાફિક અટકાવી દેવાયો છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ઘટના પ્રત્યે દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આતંકી હુમલામાં પાંચ સૈનિકોની શહીદી અત્યંત દુખદ બાબત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular