Friday, December 5, 2025
Homeરાજ્યહાલારકાલાવડમાં સમાચાર આપવા ગયેલા વિપ્ર વૃઘ્ધ પર લાકડી વડે હુમલો

કાલાવડમાં સમાચાર આપવા ગયેલા વિપ્ર વૃઘ્ધ પર લાકડી વડે હુમલો

કાલાવડમાં બ્રહ્મસમાજની વાડી પાસે રહેતાં નિવૃત્ત વૃઘ્ધ હિન્દ ન્યુઝના પત્રકારની ઓફિસમાં શિતલા માતાજીના મંદિરમાં ચાલતાં પ્રશ્ર્ન બાબતે સમાચાર આપવા ગયા હતા ત્યારે શખ્સે વૃઘ્ધને જેમ ફાવે તેમ બોલી, ‘તમે મંદિરનું બધું ખાઇ ગયા છો.’ તેમ કહી લાકડી વડે હુમલો કરી ધમકી આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કાલાવડ ગામમાં બ્રહ્મસમાજની વાડી પાસે રહેતા અને સેવાપૂજા કરતાં નિવૃત્ત ગોપેશભાઇ ઉદયશંકર જોષી (ઉ.વ.62) નામના વૃદ્ધ ગુરૂવારે સાંજના સમયે સાગર કોમ્પ્લેક્ષમાં આવેલી હિન્દ ન્યૂઝના પત્રકારની ઓફિસમાં શિતળા માતાજીના મંદિરમાં ચાલતા પ્રશ્ર્ન બાબતે સમાચાર આપવા અને મૌખિક ચર્ચા કરવા ગયા હતા. તે દરમ્યાન રીતેશ પટેલએ વૃદ્ધને, ‘તમો બ્રાહ્મણ શિતલા માતાજીના મંદિરનું બધું ખાઇ ગયેલ છો.’ તેમ કહી, ‘તું મારી ઓફિસમાંથી બહાર નીકળ.’ અને ત્યારબાદ જેમ ફાવે તેમ ગાળો કાઢી વૃદ્ધ ઉપર લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ, ‘હવે પછી મારી ઓફિસમાં આવતો નહીં, નહીંતર જીવતો નહીં રહેવા દઉં.’ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે વૃદ્ધ દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. ડી. ઝાપડિયા તથા સ્ટાફએ રીતેશ પટેલ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular