Sunday, December 22, 2024
Homeરાજ્યવેચેલા ટ્રકના નાણાંની ઉઘરાણી કરતા વૃધ્ધ ઉપર હુમલો

વેચેલા ટ્રકના નાણાંની ઉઘરાણી કરતા વૃધ્ધ ઉપર હુમલો

- Advertisement -

જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતા વૃધ્ધે એજન્ટ મારફત વેચેલા ટ્રકના બાકીના નાણાની ઉઘરાણી કરતા એજન્ટે વૃધ્ધ સહિતનાઓને મુંઢ માર મારી પથ્થરના છૂટા ઘા કરી માથામાં ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે એક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતા અમૃતલાલ કરશનભાઈ બુજડ નામના વૃદ્ધે તેના ગામમાં રહેતા અને ટ્રકની લે-વેચની દલાલી કરતા અબ્બાસ સંધી મારફતે જીજે-10-ઝેડ-9922 નંબરનો ટ્રક ભાવનગરમાં વેંચ્યો હતો. આ વેંચાણ પેટે બાકી રહેતા રૂા.1.65 લાખની બાકી રહેતી ઉઘરાણી કરતા અબ્બાસે વૃદ્ધને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ પથ્થરના છૂટા ઘા મારી આંગળીમાં તથા માથામાં ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં વૃદ્ધ સહિતનાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવ અંગેની જાણ થતા હેકો સી.ડી. ગાંભવા તથા સ્ટાફે વૃધ્ધના નિવેદનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular