જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આજે બપોરે પટેલ પ્રૌઢ ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનવાની જાણના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાની વિગત મુજબ, જામનગર શહેરમાં લાલવાડી વિસ્તારમાં રહેતાં ગોરધનભાઈ મનજીભાઈ ભંડેરી (ઉ.વ.50) નામના પ્રૌઢ ઉપર આજે સવારના સમયે અજાણ્યા શખ્સોએ લાકડી, પથ્થર અને ધારિયા વડે કોઇ કારણસર હુમલો કરતા ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગેની જાણ થતા પોલીસે ઈજાગ્રસ્તના નિવેદન દ્વારા અને ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.