જોડિયા તાલુકાના તારાણા ગામના વાડી વિસ્તારમાં પાણીના નિકાલ માટે બે ભાઈઓએ ઉશ્કેરાઇને પ્રૌઢ ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે હુમલાખોરોની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જોડિયા તાલુકાના તારાણા ગામના વાડી વિસ્તારમાં વિપુલ પીઠમણ નામના શખ્સની વાડીના પાણીના નિકાલ મામલે કહેતાં બીજલ મેઘા નાટડા નામના પ્રૌઢ ઉપર ઉશ્કેરાઈને રવિવારે સાંજના સમયે વિપુલ લખમણ પીઠમણ અને મહેશ લખમણ પીઠમણ નામના બે ભાઈઓએ બીજલને આંતરીને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં આ બનાવ અંગે જાણ થતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે બે ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
તારાણા ગામમાં પાણીના નિકાલ મામલે પ્રૌઢ ઉપર હુમલો
બે ભાઈઓ દ્વારા લોખંડના પાઇપ વડે માર મારી ધમકી આપી: પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ