જામજોધપુરમાં મીની બસ સ્ટેન્ડ પાસે ગૌ શાળામાં રૂપિયા આપવા બાબતે ઉઘરાણી કેમ કરશ? તેમ કહી પ્રૌઢ ઉપર ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતાં અને બગધરાના વતની રાજેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.52) નામના પ્રૌઢને સોમવારે બપોરના સમયે જામજોધપુરમાં મીની બસ સ્ટેન્ડ નજીક આંતરીને નિલેશ જાદવ, દેવરાજ રામા મોરી અને અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ ગૌ શાળા માટે પૈસાની ઉઘરાણી કેમ કરશ ? તેમ કહી અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારીને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ બાદ રાજેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો વી.પી. જાડેજા તથા સ્ટાફ માટે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.