જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસીમાં બ્રાસપાર્ટના કારખાનેદાર દ્વારા કામ બાબતે ઠપકો આપતા ત્રણ શખ્સોએ એકસંપ કરી કારખાનેદાર યુવાનને માર માર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં અને દરેડ જીઆઈડીસી વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનુ ચલાવતા અક્ષય ચાંગાણી નામના યુવાને ત્રણ શખ્સોને કામ બાબતે ઠપકો આપતા આ બાબતનું મનદુ:ખ રાખીને બુધવારે સવારના સમયે અક્ષયકુમાર ઉપર ધર્મેશ રામજી સોલંકી, અલ્પેશ રામજી સોલંકી, હમીર સોલંકી નામના ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવમાં અક્ષયકુમાર દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.