જૂનાગઢ જિલ્લાના વિસાવદરના લેરિયા ગામમાં આવેલાં આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી અને મહેશ સવાણી ઉપર હુમલાની ઘટનામાં પાંચ થી સાત વાહનોમાં નુકસાન કરાયું છે. આ હુમલામાં બે વ્યકિતઓને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.
હુમલાની વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આજે સાંજે આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ઇશુદાન ગઢવી, મહેશ સવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. તે દરમ્યાન અજાણયા શખ્સોએ પથ્થર મારો કર્યો હતો અને પાંચ થી સાત વાહનોમાં તોડફોડ કરી હતી. હુમલાની ઘટનામાં બે વ્યકિતને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હુમલાના બનાવના પગલે કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યા હતાં.