Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના રામેશ્વરનગરમાં યુવાન ઉપર જીવલેણ હુમલો

જામનગરના રામેશ્વરનગરમાં યુવાન ઉપર જીવલેણ હુમલો

પાંચ શખ્સો દ્વારા ઢિકાપાટુંનો માર મારી છરીનો જીવલેણ ઘા ઝીંકયો : ગાળો બોલવા બાબતે હત્યાનો પ્રયાસ : પોલીસે પુર્વ આયોજીત કાવતરૂ અને રાયોટીંગનો ગુનો નોંધ્યો

- Advertisement -

જામનગર શહેરનાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર ગાળો બોલવા બાબતે પૂર્વ આયોજીત કાવતરૂ રચી છરી વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલા ખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વરનગર માટેલ ચોક વિસ્તારમાં કિષ્નાપાર્ક શેરી નં.3માં રહેતાં દિવ્યરાજસિંહ પરમાર નામના યુવાનના ભાઇ ચંદ્રસિંહને પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફોન કરી બોલાવ્યો હતો અને ‘તુ કોઇના ઘર પાસે ગાળો બોલસ’ તેમ કહી હરદીપસિંહ ઉર્ફે ડંકો સહદેવસિંહ સોઢા, માલદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા, નાગરાજસિંહ વાળા, રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતના પાંચ શખ્સોએ ચંદ્રસિંહ નામના યુવાનને ઢિકાપાટુંનો માર માર્યો હતો અને પેટના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકયો હતો. લોહી લુહાણ થયેલા ચંદ્રસિંહને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં આ અંગેની જાણના આધારે પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફે ઘવાયેલા યુવાનના ભાઇ દિવ્યરાજસિંહના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજીત કાવતરૂ રચી રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલા ખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular