જામનગર શહેરના પટેલ કોલોની શેરીનં.5 સામેના રોડ પર કારનું હોર્ન વગાડવાની ના પાડતા કારચાલક શખ્સે યુવતીને અપશબ્દો બોલી આબરૂ લેવાના ઈરાદે નાશી જનાર શખ્સ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી કારના નંબરના આધારે શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પરના વિસ્તારમાં રહેતી યુવતી રવિવારે રાત્રિના સમયે પટેલ કોલોની શેરી નં.5 સામેના માર્ગ પર નાસતો કરતી હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતા જીજે-10-સીએન-3976 નંબરના કારચાલક શખ્સે યુવતી સામે જોઇને જોરથી હોર્ન વગાડતા યુવતીએ હોર્ન વગાડવાની ના પાડતા કારચાલક શખ્સે યુવતીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી આબરૂ લેવાના ઈરાદે હુમલો કરી નાશી ગયો હતો. ત્યારબાદ યુવતીએ પોલીસમાં જાણ કરતા પીએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફે જીજે-10-સીએન-3976 નંબરના કારના ચાલક બાપુડી સામે ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.