Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના નાઘુનામાં ઘરમાં ઘુસી મહિલા ઉપર છ શખ્સોનો હુમલો

જામનગરના નાઘુનામાં ઘરમાં ઘુસી મહિલા ઉપર છ શખ્સોનો હુમલો

પરિવાર સામે કરેલી અરજીનું મનદુ:ખ રાખી ધોકા વડે માર માર્યો : મહિલાને તેના પુત્રને પતાવી દેવાની ધમકી : હુમલો કરનાર ચાર આરોપીઓએ તે જ દિવસે હર્ષદપુર પાસે હત્યા નિપજાવી

- Advertisement -

જામનગર તાલુકાના હર્ષદપુર ગામ નજીક સોમવારે સાંજના સમયે પ્રેમ પ્રકરણમાં યુવક અને તેના કાકા ઉપર જીવલેણ હુમલો કરી કાકાની હત્યા નિપજાવ્યાના પ્રકરણના ચાર આરોપીઓએ સોમવારે સાંજના સમયે અરજીનો ખાર રાખી નાઘુના ગામમાં રહેતાં મહિલાના ઘરમાં ઘુસી છ શખ્સોએ ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાઘુના ગામમાં સામાકાંઠે રહેતાં વનિતાબેન ભગવાનજીભાઈ ઝાખરિયા નામના મહિલા સામે વિક્રમસિંહ ભૂપતસિંહ કેશુર વિરૂધ્ધ કરેલી અરજીનું મનદુ:ખ રાખી સોમવારે સાંજના સમયે વિક્રમસિંહ કેશુર, સંજયસિંહ ભૂપતસિંહ કેશુર, પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુર, ધાર્મિકસિંહ પ્રકાશસિંહ કેશુર, મોમન ઉર્ફે અલી ગોવિંદ દલસાણીયા, હંસા ઉર્ફે ટીનુ પ્રકાશસિંહ કેશુર સહિતના છ શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી અપશબ્દો બોલી માથાના ભાગે ધોકા વડે અને હાથમાં હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત મહિલા અને તેના પુત્ર કલ્પેશને મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે છ શખ્સો વિરુધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં મળતી વિગત મુજબ, હુમલો કરનાર વિક્રમસિંહ કેશુર, સંજયસિંહ ભૂપતસિંહ કેશુર, પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુર, ધાર્મિકસિંહ પ્રકાશસિંહ કેશુર સહિતના આઠથી દશ શખ્સોએ સોમવારે સાંજના સમયે જામનગર તાલુકાના હર્ષદપુર ગામમાં પ્રેમ પ્રકરણમાં યુવક અને તેના કાકા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના આ બનાવમાં ઘવાયેલા કાકા શિવુભા ભટ્ટીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ આરોપીઓએ એક જ દિવસમાં બે સ્થળે હુમલા કર્યાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular