કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા કેશુરભાઈ નથુભાઈ ડાંગર નામના પચાસ વર્ષના આહીર આધેડ પર આ જ ગામના રહીશ વજશી કાના છૂછર, દેવાત જગા છૂછર, રસી રામા છૂછર, કાના દેવા છૂછર, હેભા કાના છૂછર અને દેવશી કાના છૂછર, નામના છ શખ્સોએ એકસંપ કરી, ધોકા વડે તથા ઢીકા પાટુનો માર મારી, ફરિયાદી કેશુરભાઈ તથા તેમના પુત્રને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદી કેશુરભાઈએ આરોપીના ખેતરમાંથી જાણ કર્યા વગર બે ફુવારા લઈ આવતા આ બાબતનો ખાર રાખી ઉપરોકત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2) 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.