Monday, December 23, 2024
Homeરાજ્યવોંકળામાંથી પાણી લેવાની ના પાડતા દંપતી ઉપર હુમલો

વોંકળામાંથી પાણી લેવાની ના પાડતા દંપતી ઉપર હુમલો

દેડકદડની સીમમાં પિતા અને બે પુત્રો સહિત ત્રણ શખ્સો દ્વારા ધોકા વડે માર માર્યો : દંપતી અને તેના પુત્રને માર મારી ધમકી

- Advertisement -

ધ્રોલ તાલુકાના દેડકદડ ગામની સીમમાં પાણીના વોંકળામાંથી પાણી લેવાની ના પાડતા ત્રણ શખ્સોએ દંપતીને અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા લીલાબેન જાંખેલિયા નામના મહિલા તેની તતડિયા વાડી સીમ વિસ્તારમાં આવેલી વાડીની બાજુમાં રહેલા પાણીના વોંકળામાંથી પાકને પાણી પાતા હતાં ત્યારે જયવંતસિંહ ગોવુભા જાડેજાએ આ વોંકળામાંથી ગટર કરી પાણી લઈ જતાં હતાં ત્યારે મહિલાએ ના પાડતા જયવંતસિંહ અને તેના પુત્ર નરેન્દ્રસિંહ તથા વિમલસિંહ સહિતના ત્રણ શખ્સોએ મહિલા અને તેના પતિ હકાભાઇને અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને મહિલાના પુત્રને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી તેમજ પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવની જાણ કરાતા હેકો કે.ડી. કામરીયા તથા સ્ટાફે પિતા અને બે પુત્રો સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular