Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયા નજીક નંદી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: પશુ પ્રેમીઓમાં રોષ

ખંભાળિયા નજીક નંદી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: પશુ પ્રેમીઓમાં રોષ

ખંભાળિયા નજીકના એક વાડી વિસ્તારમાં આજરોજ સવારે એક નંદી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી, આ પશુને ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા શહેર નજીક આવેલા રામનગર વિસ્તારમાં એક બળદ લોહીલુહાણ હાલતમાં કણસતો હોવા અંગેની જાણ અહીંના એનિમલ કેર ગ્રુપના કાર્યકરોને કરવામાં આવી હતી. આથી પશુપ્રેમી અને સેવાભાવી કાર્યકરો સાથેના આ ગ્રુપના દેશુરભાઈ ધમા સહિતના કાર્યકરો આ સ્થળે દોડી ગયા હતા. રામનગર વિસ્તારમાં આવેલી એક વાડી નજીક બળદના પાછલા પગ તેમજ પૂછડાના ભાગે કુહાડી જેવા તિક્ષ્ણ હથિયાર વડે કોઈ તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું આ કાર્યકરોના ધ્યાને આવ્યું હતું. જેથી આ સમગ્ર બનાવ અંગે તેમના દ્વારા તાકિદે પોલીસને જાણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત એવા આ બળદને અત્રે અબોલ તીર્થ વેટરનિટી હોસ્પિટલ ખાતે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
મૂક પશુ ઉપર આ પ્રકારના જીવલેણ હુમલાના બનાવે પશુ પ્રેમીઓમાં ભારે રોષની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular