જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવકના મામાની માનસિક બીમારી હોવાથી તેઓ જાહેરમાં ગાળો બોલતા ચાર શખ્સોએ તેના પર લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોચાડી પરિવાર વિષે અપશબ્દો બોલતા તમામ વિરુધ યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ લક્ષ્મીનગર-1માં રહેતા અજયભાઈ પરસોત્તમભાઈ અગ્રાવત નામના યુવકના મામા હરજીવનભાઈ બાલકદાસ અગ્રાવત માનસિક બીમાર હોવાથી તેઓ બે દિવસ પૂર્વે લક્ષ્મીનગર-1 રોડ પર જાહેરમાં ગાળો બોલતા હતા ત્યારે ત્યાં રહેતા પ્રવીણભાઈ જમનભાઈ ડાભી નામના શખ્સે ઉશ્કેરાઈ જઈને હરજીવનભાઈને લાકડાના ધોકા વડે માર મારી પગમાં તેમજ હાથમાં ફ્રેકચરની ઈજાઓ પહોચાડી વાસાના ભાગે ઈજાઓ પહોચાડી અન્ય ત્રણ શખ્સો દિનેશભાઈ રાતીભાઈ ડાભી,કૈલાશભાઈ હરજીભાઈ ખાણધર અને જેઠાભાઈ દામાભાઈ નકુમે ઢીકાપાટુંનો માર મારી ઈજાઓ પહોચાડી તેના પરિવારને ગાળો કાઢી હતી. આ ચારે શખ્સો વિરુધ અજયભાઈએ સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 325,323,504,114 હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.