આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રામાભાઈ કાનાભાઈ કરંગીયા નામના 65 વર્ષના આહિર વૃદ્ધના પત્ની રાજીબેનના નામની 10 વીઘા જમીન હોય, આ જમીન આ જ વિસ્તારમાં રહેતા વીરા કરણા કરંગીયા, કરણા કાના કરંગીયા, દેવા નાથા કરંગીયા અને દેવાત નાથા કરંગીયા નામના શખ્સો વાવેતર કરતા હતા.
ત્યારે આરોપીઓ દ્વારા આ જમીન પોતાના નામે કરી આપવાનું કહી અને ફરિયાદી રામાભાઈ કરંગીયાને બિભત્સ ગાળો કાઢી, લાકડી વડે માર મારીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાયો છે. જે અંગે પોલીસે ચારેય કુટુંબી શખ્સો સામે આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.