Monday, December 23, 2024
Homeરાજ્યકાલાવડ ગામમાં બે પરિવારો વચ્ચે સામસામા હુમલા અને ધમકી

કાલાવડ ગામમાં બે પરિવારો વચ્ચે સામસામા હુમલા અને ધમકી

જાહેર માર્ગ પર લઘુશંકા કરવાની બાબતે ત્રણ શખ્સોએ યુવાનને લમધારી ધમકી આપી : સામાપક્ષે વીડિયો ઉતારવાની બાબતે પ્રૌઢ ઉપર હુમલો

- Advertisement -

કાલાવડ ગામમાં શિતલા કોલોની વિસ્તારમાં જાહેર રસ્તા પર લઘુશંકા કરતા હોવાથી બેન-દિકરીઓને તકલીફ બાબતે યુવાન ઉપર ત્રણ શખ્સોએ દુકાન બંધ કરી દેવાનું કહી માર મારી ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે વીડિયો બનાવવાની બાબતે ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ ધારિયા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે બન્ને શખ્સોની સામ સામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં શિતલા કોલોનીમાં રહેતાં અને વાણંદ કામ કરતાં હિતેશ લીંબાણી નામના યુવાનના ઘરે સોમવારે રાત્રિના સમયે બાબુ લખુ ઝીંઝુવાડિયા, પ્રકાશ બાબુ ઝીંઝુવાડિયા અને ભાવેશ બાબુ ઝીંઝુવાડિયા નામના ત્રણ શખ્સોએ ઘરે આવીને ‘તારી વાણંદની કેબિન અમારા ઘરે જવાના રસ્તામાં આવતી હોય અને ત્યાં લોકો વાહન પાર્ક કરી કેબિન પાછળ લઘુશંકા કરતા હોય છે જેના કારણે આ રસ્તા પરથી બેન-દિકરીઓને નિકળવામાં મુશ્કેલી પડે છે તેથી તું તારી દુકાન બંધ કરીને જતો રહે’ તેમ કહી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. સામાપક્ષે વાણંદની કેબિનનો વીડિયો ઉતારેલ હોય જે બાબતે સમજાવવા જતા હિતેશ જગદીશ લીંબાણી, કેતન જગદીશ લીંબાણી અને જગદીશ લીંબાણી નામના ત્રણ શખ્સોએ ધારિયા વડે બાબુ લખુ ઉપર હુમલો કરી પગમાં ઈજા પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.

સામસામા કરાયેલા હુમલામાં ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે હિતેશ લીંબાણી અને બાબુ ઝીંઝુવાડિયાની સામસામી હુમલાની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular