શું તમે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો ? કે તમારા ખાતાના ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ) મશીનમાંથી અવારનવાર રોકડ રકમ ઉપાડો છો ? તો તમારા આ સમાચાર વાંચવા જોઇએ. ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ટરચેન્જ ફીમાં વધારો કર્યો છે. અને તમામ બેન્કો -ખાનગી તથા જાહેરક્ષેત્રને એટીએમમાંથી કેશ ઉપાડવા પરના ચાર્જિક તેમજ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ માટેના ચાર્જિસ વધારવાની છૂટ આપી છે.
બેન્કો એટીએમ સોદાઓ પર જે ચાર્જ લગાડે છે અને ઇન્ટરચેન્જ ફી કહે છે. નવો ચાર્જ આવતી 1 ઓગસ્ટથી લાગુ થશે. ફાઇનાન્સિયલ સોદા માટે ઇન્ટરચેન્જ ચાર્જ રૂ. 15થી વધારી રૂ. 17 કરાયો છે.
જ્યારે નોન -ફાઇનાન્સિયલ સોદા માટેનો ચાર્જ રૂ. પાંચથી વધારીને રૂ.6 કરાયો છે. બેન્ક ગ્રાહકો દર મહિને પોતાની બેન્કના એટીએમમાંથી પાંચ વખત મફત એટીએમ સોદાને પાત્ર છે.
આમાં ફાઇનાન્સિયલ અને નોન-ફાઇનાન્સિયલ સોદાએ સામેલ છે. ગ્રાહકો અન્ય બેન્કોના એટીએમમાંથી પણ મફત સોદાને પાત્ર છે. તેમાં મહાનગર શહેરોમાં ત્રણ સોદા અને નોન મહાનગર શહેરોમાં પાંચ સોદાનો સમાવેશ છે.