મહારાષ્ટ્રના સાંગલીમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ચોરોએ બુલડોઝરથી આખું એટીએમ મશીન ઉપાડીને પૈસા ચોરી ગયા હતા. અહેવાલો અનુસાર, આ ઘટના 23 એપ્રિલની રાત્રે બની હતી. સાંગલીમાં ચોરોએ બુલડોઝરની મદદથી એક્સિસ બેંકનું એટીએમ મશીન ઉખાડી નાખ્યું. એટલું જ નહીં ઘટના પહેલા ચોરોએ નજીકના પેટ્રોલ પંપમાંથી બુલડોઝરની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
#Maharashtra #Sangli #ATM #Buldozer #CCTV #Khabargujarat
મહારાષ્ટ્રના સાંગલીમાં તસ્કરોએ પહેલા બુલડોઝરની ચોરી કરી અને ત્યાર બાદ બુલડોઝરની મદદથી એટીએમ મશીન ઉઠાવી ગયા
ATMમાં 27 લાખ રૂપિયા હતા
પોલીસ દ્વારા તપાસ શરુ pic.twitter.com/SWroAkToM6
— Khabar Gujarat (@khabargujarat) April 27, 2022
દેશમાં બુલડોઝરની મદદથી એટીએમ ચોરીનો આ પહેલો કિસ્સો છે. સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે પહેલા એક શખ્સ એટીએમ બુથની અંદર જાય છે. પછી તે બહાર નીકળે છે અને અચાનક જ બુલડોઝર અંદર આવી આખા ATMનો કચ્ચરઘાણ કરીને કેશ બોક્સ ઉઠાવી લે છે. મળતી માહિતી મુજબ આ સમયે એટીએમમાં 27 લાખ રૂપિયા હતા. જો કે સાંગલી પોલીસને ઘટનાના સ્થળથી થોડે જ દુર કેશ બોક્સ મળી આવ્યું હતુ. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા તસ્કરોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.