Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસુરત: સરકારી જમીનને સંપાદન વખતે પોતાની લેખાવી રૂા.90લાખ ખિસ્સામાં મૂકી લીધાં !

સુરત: સરકારી જમીનને સંપાદન વખતે પોતાની લેખાવી રૂા.90લાખ ખિસ્સામાં મૂકી લીધાં !

કલેકટર તથા ડીડીઓએ લોકોની રજૂઆત પછી ફાઇલ સાઇડમાં રાખી દીધી હતી, ધારાસભ્યએ આખો મામલો પ્રકાશમાં લાવવા જાગૃતિ દેખાડી

- Advertisement -

- Advertisement -

સરકારી જમીનને પોતાની માલિકીની જમીન ગણાવી સરકાર પાસેથી 90 લાખ જેટલી માતબર રકમ ઉસેટી લેવાનું કારસ્તાન સામે આવ્યું છે, ઓલપાડ તાલુકાના શેખપુર ગામે ચાલી રહેલા રેલ્વે ઓવરબ્રિજ નિર્માણના કાર્યમાં સંપાદિત જમીનમાં કોભાંડ આચરવામાં આવ્યું છે. ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્યને ફરિયાદ કરતા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.

હાલ રાજ્યમાં મુંબઈથી દિલ્હી સુધી રેલ્વે લાઈનની લગોલગ રેલ્વે ફ્રેટ કોરીડોરનું કામ ચાલી રહ્યું છે અને જેને લઇ જેટલી પણ રેલ્વે ફટકો આવે છે. તેને માનવ રહિત કરવા માટે તમામ રેલ્વે ફાટકો પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, રેલ્વે બ્રીજના કાર્યક્ષેત્રમાં આવતી ખાનગી માલિકીની જમીન જો સંપાદિત કરવામાં આવે તો સરકાર દ્વારા વળતર ચુકવવામાં આવી રહ્યું છે. જોકે ઓલપાડ તાલુકાના શેખપુર ગામે આ જમીન સંપાદનની પ્રક્રિયામાં કોભાંડ સામે આવ્યું છે. સંપાદનમાં આવતી સરકારી જમીનને બાજુની જમીનના માલિક દ્વારા પોતાની ખાનગી ગણાવી માપણી કરાવી લીધી હતી અને 90 લાખ જેટલી સંપાદનના વળતર પેટે આવેલી સરકારી રકમ પણ ગજવે કરી લીધી હતી.

જોકે સમગ્ર ઘટના મામલે સ્થાનિક ખેડૂતો દ્વારા તત્કાલીન કલેકટર ધવલ પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને પણ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહિં કરાતા આખરે સ્થાનિકોએ ઓલપાડના ધારાસભ્યને ફરિયાદ કરી હતી. તાજેતરમાં મળેલી જિલ્લા સંકલનની મીટીંગમાં સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલે મુદ્દો ઉઠાવતા આખરે હાલના કલેકટર દ્વારા સમગ્ર મુદ્દાને લઇ તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular