Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલીથી ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે પીછેહઠ...

ફોરેન ફંડોની સતત નફારૂપી વેચવાલીથી ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે પીછેહઠ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૫.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૫૭૦૨.૨૩ સામે ૫૪૯૨૮.૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૫૮૬.૭૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૮૩.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૬૬.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૮૩૫.૫૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૯૪.૩૦ સામે ૧૬૪૫૧.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૩૪૬.૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૮.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૫૪.૩૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૪૪૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એકાએક રેપો રેટમાં ૦.૪૦% અને સીઆરઆરમાં ૦.૫૦%નો વધારો કરીને યુ.એસ.ફેડરલ રિઝર્વની મીટિંગ પૂર્વે જ ભારતીય બજારોને આશ્ચર્યમાં મૂકી દેતો આંચકો આપ્યા બાદ મોડી રાત્રે અમેરિકામાં અપેક્ષિત ૦.૫૦% વ્યાજ દર વધારાને ગઇકાલે ઓલ રાઉન્ડ શોર્ટ કવરિંગની તેજી કર્યા બાદ આજે ઉછાળે ફરી વચવાલી કરતાં ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત થઈ રહેલી શેરોમાં વેચવાલી સાથે ઈન્ડિયા એક્ઝિટને અટકાવવા ભારતમાં વ્યાજ દરો આકર્ષક બનાવવા અને ફુગાવાને અંકુશમાં લેવાના બન્ને ઉદ્દેશ સાથે વ્યાજ દરમાં કરાયેલા વધારાને ગઇકાલે બજારે પોઝિટીવ લીધો બાદ આજે સપ્તાહના અંતે વૈશ્વિક બજારો સાથે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ રહી છે. ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. ચાઈનામાં કોરોનાના ફરી વધતાં ઉપદ્રવ પાછળ લોકડાઉન લંબાવવામાં આવતાં સપ્લાય ચેઈન ખોરવાઈ રહી હોઈ ફયુલની માંગમાં ઘટાડા અને વૈશ્વિક ઔદ્યોગિક – આર્થિક મંદીની પરિસ્થિતિ વકરવાની શકયતા અને બીજી તરફ વધી રહેલા ફુગાવા – મોંઘવારીની સતત નેગેટીવ અસર અને અમેરિકી શેરબજારમાં ગઈકાલે નાસ્દાક, ડાઉ જોન્સમાં કડાકા પાછળ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ધોવાણ થયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૧૯ અને વધનારની સંખ્યા ૮૩૫ રહી હતી, ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, લાઇફ ઇન્સ્યોરન્સ ઓફ ઇન્ડિયાના રૂ.૨૧,૦૦૦ કરોડના મેગા આઇપીઓની સાથે જ પ્રાયમરી માર્કેટમાં ઘણા મહિનાઓ બાદ ધમધમાટ જોવા મળ્યો છે અને આગામી સમયમાં અંદાજીત અડધો ડઝન જેટલા પબ્લિક ઇશ્યૂ પાઇપલાઇનમાં જે રૂ.૭૯૬૦ કરોડ ઉભા કરશે. આમ મે મહિનામાં સાત કંપનીઓ આઇપીઓ મારફતે મૂડીબજારમાંથી અંદાજીત રૂ.૨૮,૯૬૦ કરોડ ઉભા કરશે. જે પબ્લિક ઇશ્યૂ મારફતે પ્રાયમરી માર્કેટમાંથી નાણાં ઉભા કરવાની દ્રષ્ટિએ નવેમ્બર ૨૦૨૧ પછીનો સૌથી શ્રેષ્ઠ મહિનો સાબિત થશે કારણ કે તે મહિને પબ્લિક ઇશ્યૂ મારફતે નવ કંપનીઓએ રૂ.૩૫,૬૬૪ કરોડ ઉભા કર્યા હતા.

ચાલુ મહિને ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ કંપની ડેલ્હીવેરી, ફેબ ઇન્ડિયા, એથર ઇન્ડસ્ટ્રીઝ, સિરમા એસજીએસ ટેકનોલોજી, એશિયાનેટ સેટેલાઇટ કોમ્યુનિકેશન, સનાતન ટેક્સટાઇલ્સ, કેપિલરી ટેકનોલોજીસ, હર્ષા એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ અને ઇનફિનિયન બાયોફાર્મા સામેલ છે. આ પબ્લિક ઇશ્યૂ એવા સમયે આવી રહ્યા છે જ્યારે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ, ઉંચો મોંઘવારી દર, ક્રૂડ ઓઇલમાં ઉછાળો, અમેરિકામાં વ્યાજ વૃદ્ધિ વચ્ચે ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારો સતત વેચવાલીના પરિણામે અસ્થિરતા વધી ગઇ છે. વર્ષ ૨૦૨૧માં બેન્ચમાર્ક સેન્સેક્સ ૨૨% ઉછળ્યો હતો અને પ્રામયરી માર્કેટમાં ૬૩ કંપનીઓએ પબ્લિક ઇશ્યૂ લાવી રેકોર્ડ રૂ. ૧.૧૮ લાખ કરોડનું ભંડોળ મેળવ્યુ હતુ. આગામી દિવસોમાં ભારતીય શેરબજારની નજર સેકન્ડરી માર્કેટ પર રહેશે.

તા.૦૯.૦૫.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૬.૦૫.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૪૪૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૬૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૩૭૩ પોઈન્ટ થી ૧૬૩૦૩ પોઈન્ટ, ૧૬૨૭૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૬.૦૫.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૬૮૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૫૭૫ પોઈન્ટ થી ૩૪૩૭૩ પોઈન્ટ, ૩૪૨૬૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૩૫૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

બાટા ઈન્ડિયા ( ૧૮૬૨ ) :- ફૂટવેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૨૨ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૮૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૯૩ થી રૂ.૧૯૦૯ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૧૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

ટાટા સ્ટીલ ( ૧૨૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

એસબીઆઈ લાઈફ ઈન્સ્યુરન્સ ( ૧૦૬૯ ) :- રૂ.૧૦૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૦૨૩ ના બીજા સપોર્ટથી લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૯૩ થી રૂ.૧૧૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ઓરબિન્દો ફાર્મા ( ૬૧૫ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

જિંદાલ સ્ટીલ ( ૫૦૮ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૨૨ થી રૂ.૫૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

અદાણી એન્ટરપ્રાઈઝ ( ૨૨૫૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રેડીંગ – મિનરલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૨૦૭ થી રૂ.૨૧૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૫૪૬ ) :- રૂ.૧૫૮૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૨૭ થી રૂ.૧૫૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

મુથુત ફાઈનાન્સ ( ૧૨૧૬ ) :- નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૨૭ થી રૂ.૧૨૦૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!

સન ફાર્મા ( ૮૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૯૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૬૮ થી રૂ.૮૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૭૨૩ ) :- રૂ.૭૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૫૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular