Thursday, December 26, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૬.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૨૭૫.૫૭ સામે ૫૨૪૦૧.૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૭૧૭.૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૨૯.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૩૩.૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧૯૪૧.૬૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૬૮.૬૦ સામે ૧૫૭૭૮.૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૫૯૪.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૯.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૬૬૮.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના સંક્રમણની બીજી ઘાતક લહેરમાં અનેકને અસર બાદ આ લહેર ધીમી પડીને હવે કેસો ઘટવા લાગતાં એક તરફ વિવિધ રાજયોમાં અનલોકની તૈયારી થવા લાગતાં અને બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટીમ્યુલસ પેકેજના પગલાં લેવાની શરૂઆત સાથે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. લોકડાઉનથી દેશ હવે ફરી અનલોક તરફ વળતાં દેશ આર્થિક પટરી પર ફરી સવાર થઈ રહ્યો હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસે વેગ મળવાની અપેક્ષા સામે ભારતીય શેરબજારમાં આજે વિક્રમી તેજીની દોટને બ્રેક લાગી હતી.

- Advertisement -

ભારતીય શેરબજારમાં ઘણા દિવસોથી ઓવરબોટ પોઝિશનની પરિસ્થિતિ હોઈ આજે સતત બીજા દિવસે ફંડો, મહારથીઓ દ્વારા સેન્સેક્સ-નિફટી બેઝડ નરમાઈએ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે ઓફલોડિંગ કર્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકામાં ફુગાવાની ચિંતા અને ટેક્ષ મામલે ચિંતાને લઈ અમેરિકી શેરબજારોમાં નરમાઈ સાથે વૈશ્વિક બજારોમાં સાવચેતીની જોવા મળી હતી. આર્થિક મોરચે આગામી દિવસોમાં મોટા પડકારો સર્જાવાની પૂરી શકયતા અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે એવા સંકેત વચ્ચે ફંડોએ આજે નફારૂપી વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૩૩ અને વધનારની સંખ્યા ૧૪૫૩ રહી હતી, ૧૫૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૦૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નાં ​​બીજા ભાગમાં પ્રવૃત્તિની ગતિને ધીમી પાડી દીધી છે. વિશ્વ બેન્ક દ્વારા વર્ષ ૨૦૨૧માં ભારતીય અર્થતંત્રમાં ૮.૩% અને વર્ષ ૨૦૨૨માં ૭.૫%નાં દરથી વિકાસ થવાનું અનુમાન લગાવ્યું છે. જ્યારે, વિશ્વ બેન્કે વર્ષ ૨૦૨૩માં ભારતીય અર્થવ્યવસ્થામાં ૬.૫% ની વૃધ્ધીની આશા વ્યક્ત કરી છે. ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા પણ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ભારતની વૃદ્ધિનું અનુમાન ૧૧%થી ઘટાડીને ૯.૫% કર્યું છે.

કોવિડ – ૧૯ રોગચાળાની બીજી લહેરએ સ્થાનિક વપરાશ અને રોકાણને અસર કરી છે. ખાનગી વપરાશ અને રોકાણ – જેના પર આ કોરોના રોગચાળાનો કહેર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, બીજી લહેરનાં કારણે આ અનુમાનમાં સુધારો કરવામાં આવ્યો છે. ચોમાસું દેશના અન્ય ભાગોમાં આગળ વધવાના અને મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટના અહેવાલ સાથે ચાલુ વર્ષે ચોમાસું સફળ રહેવાના અંદાજોએ આગામી સપ્તાહમાં ચોમાસાની પ્રગતિ પર નજર અને ઔદ્યોગિક ઉત્પાદન અને મેન્યુફેકચરીંગ પ્રોડકશનના એપ્રિલ ૨૦૨૧ના આંકડા ૧૧,જૂન ૨૦૨૧ના જાહેર થનારા હોઈ એના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૦.૦૬.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૯.૦૬.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૬૬૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૭૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૬૦૬ પોઈન્ટ થી ૧૫૫૬૦ પોઈન્ટ ૧૫૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૯.૦૬.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૯૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૩૫૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૮૮૮ પોઈન્ટ થી ૩૪૭૦૭ પોઈન્ટ, ૩૪૬૭૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૫૦ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૦૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૯૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૬૨૨ ) :- ફાર્મા ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૬૦૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૫૯૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૬૩૬ થી રૂ.૬૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ડાબર ઈન્ડિયા ( ૫૫૯ ) :- રૂ.૫૩૩ નો પ્રથમ તેમજ રૂ.૫૧૭ ના બીજા સપોર્ટથી પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૭૭ થી રૂ.૫૮૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બાયોકોન લિમિટેડ ( ૪૦૫ ) :- બાયોટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૩૩ થી રૂ.૪૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૩૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હિન્દાલ્કો લિમિટેડ ( ૩૮૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક એલ્યુમિનિયમ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૯૩ થી રૂ.૪૦૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૫૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૧૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૮૦ થી રૂ.૧૫૬૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૭૭ ) :- રૂ.૯૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૬૦ થી રૂ.૯૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • અદાણી પોર્ટ ( ૮૫૪ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૮૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૩૮ થી રૂ.૮૧૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમરરાજા બેટરી ( ૭૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૨૭ થી રૂ.૭૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૫૪૭ ) :- ૫૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૩૦ થી રૂ.૫૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular