Friday, December 27, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૭.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૩૮૬.૧૯ સામે ૫૨૬૩૪.૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૨૦૮.૯૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૧.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૩૭૨.૬૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૨૨.૪૫ સામે ૧૫૭૭૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૬૫૭.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૪.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૦૯.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સંક્રમણની બીજી લહેર બાદ હવે ત્રીજા લહેર પૂર્વે કેન્દ્ર અને રાજયો સરકારોએ આગોતરા સાવચેતીમાં તકેદારીના પગલાં લેવા માંડતાં અને આ ત્રીજી લહેર તુલનાત્મક બીજી લહેર ઘાતક નહીં રહેવાના અંદાજો વચ્ચે આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ આગામી દિવસોમાં વધુ ધમધમવાના અંદાજોએ ફંડોએ આજે ટ્રેડીગની શરૂઆત તેજી સાથે કરી હતી.

- Advertisement -

કોર્પેોરેટ ઈન્ડિયાના જૂન  ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની સીઝન શરૂ થવા સાથે આજે ફંડોએ ફરી શેરોમાં આરંભથી જ આક્રમક ઓલ રાઉન્ડ તેજીનું તોફાન મચાવીને ભારતીય શેરબજારને વિક્રમી ઊંચાઈ તરફ કૂચ કરાવી હતી, જો કે ક્રુડ ઓઈલના ભાવોમાં અવિરત તેજીના નેગેટીવ પરિબળ સાથે ફોરેન ફંડો-એફપીઆઈઝની શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલીના પરિણામે ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ટેલિકોમ, યુટિલિટીઝ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૨ અને વધનારની સંખ્યા ૨૦૬૨ રહી હતી, ૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, પ્રાઈમરી માર્કેટમાં શ્રેણીબદ્ધ જાહેર ભરણાં તથા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા રાહતો પાછી ખેંચવાની થતી વાતોને ધ્યાનમાં રાખતા દેશની સેકન્ડરી ઈક્વિટીઝ માર્કેટમાંથી પોતાના રોકાણો પાછા ખેંચી વિદેશી રોકાણકારો પ્રાઈમરી માર્કેટ તરફ વાળે તેવી શકયતા જોવાઈ રહી છે. જુલાઈના બીજા સપ્તાહથી કંપનીઓના જાહેર ભરણાં શરૂ થયા છે. આગામી કેટલાક સપ્તાહોમાં ૧૨ જેટલી કંપનીના આઈપીઓ આવી રહ્યા છે જે મારફત આ કંપનીઓ અંદાજીત રૂ.૩૦,૦૦૦ કરોડ જેટલી રકમ ઊભી કરવાની ધારણા છે. બજારમાં મોટા આઈપીઓ આવી રહ્યા હોવાથી વિદેશી રોકાણકારો તેમના રોકાણનું રિએલોકેશન કરે તેવી શકયતા છે.

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામની મોસમ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે. જુન ત્રિમાસિકમાં દેશના અનેક રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિને કારણે કંપનીઓના પરિણામો પ્રોત્સાહક જોવા નહીં મળે આ હકીકતને ધ્યાનમાં રાખીને પણ રોકાણકારો હાલમાં નફો બુક કરી પ્રાઈમરી માર્કેટમાં ભંડોળ ઠાલવવાનો વ્યૂહ ધરાવે છે. વિક્સિત દેશોમાં વિકાસની ગતિ ભારત જેવા ઊભરતા દેશોની સરખામણીએ વધુ ઝડપી રહી છે. બીજી બાજુ અમેરિકામાં ફુગાવો વધી રહ્યો હોવાથી ફેડરલ પોતાની નાણાં નીતિને સખત બનાવે તેવી ધારણાં છે.

તા.૧૩.૦૭.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૨.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૭૦૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૬૩૬ પોઈન્ટના પ્રથમ અને ૧૫૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૭૩૭ પોઈન્ટ થી ૧૫૭૭૭ પોઈન્ટ ૧૫૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૨.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૩૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૪૭૪ પોઈન્ટ થી ૩૫૬૦૬ પોઈન્ટ, ૩૫૭૩૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૭૩૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૨૫ ) :- ટ્રેડીંગ & ડિસ્ટ્રિબ્યુશન ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૬૦ થી રૂ.૧૦૭૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૮૪૪ ) :- રૂ.૮૧૮ નો પ્રથમ તેમજ રૂ.૮૦૮ ના બીજા સપોર્ટથી ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૬૦ થી રૂ.૮૭૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૫૫ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૭ થી રૂ.૭૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૫૨૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૪૪ થી રૂ.૫૫૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટાઈટન લિમિટેડ ( ૧૭૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એપેરલ્સ & એસેસરીઝ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૫૬૫ ) :- રૂ.૧૫૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૦૬ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૯૭૩ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૬૦ થી રૂ.૯૪૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૦૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૮૦ થી રૂ.૬૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૫૩૨ ) :- ૫૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૧૭ થી રૂ.૫૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૬૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular