રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૩.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૯૮૯.૩૦ સામે ૫૮૧૯૮.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૫૬૮.૫૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૪૭.૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૦૪.૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૬૮૪.૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૬૨.૮૦ સામે ૧૭૪૪૭.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૨૨૦.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૪.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૭.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૫૫.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ વૈશ્વિક ક્રુડ તેલના ભાવમાં ફરી વધારો, યુક્રેન કટોકટી ચાલુ રહેતા અને સ્થાનિક સ્તરે પેટ્રો – ડીઝલના ભાવમાં વધારાને કારણે ભારતીય શેરબજાર ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. રશિયા – યુક્રેન તંગદિલી ઓછી થવાના સંકેત હજુ મળતા નહીં હોવાથી રોકાણકારોમાં સાવચેતીનું વલણ રહ્યું હતું. યુક્રેન – રશિયા યુદ્વના ચાલતાં એક તરફ રશિયા પર અમેરિકા, યુરોપના દેશોના પ્રતિબંધોને લઈ રશિયાની હાલત કફોડી બનવા લાગી હોઈ રશિયા દ્વારા પોતાનું ક્રુડ ઓઈલ ભારતના સસ્તું વેચવાના થઈ રહેલા પ્રયાસ અને બીજી તરફ રશિયા દ્વારા ચાઈના પાસેથી શસ્ત્રો ખરીદવાના પ્રયાસ વચ્ચે અમેરિકા દ્વારા ચાઈના પર પ્રતિબંધોના સંકેત વચ્ચે અમેરિકી બજારોમાં ચાઈનીઝ કંપનીઓના શેરોમાં હેમરીંગ અને ચાઈના, હોંગકોંગ સહિતને કોરોનાની ચોથી લહેર ઘેરી રહી હોઈ ચાઈનાએ ૪.૫૦ કરોડ જેટલો લોકોને લોકડાઉનમાં રહેવા ફરજ પાડતાં આ ચોથી લહેરના ફફડાટે વૈશ્વિક મંદીની શકયતાએ આજે વૈશ્વિક શેરબજારમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં ઉંચા મથાળે ઓફલોડિંગ કરતાં ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્સ, ઓટો, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, સીડીજીએસ, રિયલ્ટી, એફએમસીજી ટેક અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૮૬ અને વધનારની સંખ્યા ૧૪૧૭ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલકેપ શેરોમાં વેચવાલી કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૨૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૦.૦૫ લાખ કરોડ રહ્યું હતું.
બજારની ભાવિ દિશા…. મિત્રો, રશિયા – યુક્રેન યુદ્ધ વકરવાને પરિણામે ક્રુડ તેલના ભાવમાં આવેલી મક્કમતાની ભારતના આર્થિક વિકાસ દર પર પ્રતિકૂળ અસર તોળાઈ રહી છે. આગામી નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજને ફીચ રેટિંગ્સ ૧૮૦ બેઝિસ પોઈન્ટસ ઘટાડી ૮.૫૦% કર્યો છે. ફુગાવામાં વધારો દેશના અર્થતંત્ર પર અસર કરશે. જો કે વર્તમાન નાણાં વર્ષ માટેના જીડીપી અંદાજમાં ૬૦ બેઝિસ પોઈન્ટ વધારી ૮.૭૦% કરાયો હોવાનું ફીચ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું. કોરોનાની ત્રીજી લહેરની ભારતીય અર્થતંત્ર પર ખાસ અસર નહીં પડતા ફીચે વર્તમાન નાણાં વર્ષ માટેના તેના ડિસેમ્બરના અંદાજમાં વધારો કર્યો છે. ઓમિક્રોન વાઈરસની ગંભીર પ્રતિકૂળ અસર જોવા મળી નહોતી. આગામી નાણાં વર્ષ માટેના ફીચના અંદાજ રિઝર્વ બેન્કના ૭.૮૦% કરતા વધુ છે. આગામી નાણાં વર્ષ માટે ભારતના જીડીપી અંદાજમાં ઘટાડો વૈશ્વિક અર્થતંત્રમાં ઘટાડા તરફી ફેરબદલના ભાગરૂપ આવી પડયો છે. વર્ષ ૨૦૨૨ માટે વૈશ્વિક જીડીપી અંદાજ ૪.૨૦% પરથી ઘટાડી ૩.૫૦% કરાયો છે. વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક જીડીપી વૃદ્ધિ દર ૨.૮૦% રહેવા વકી છે જે અગાઉ ૩% રહેવા અંદાજ મુકાયો હતો.
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ વૈશ્વિક સ્તરે કોમોડિટીઝના ભાવ ખાસ કરીને ઊર્જાના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે ફુગાવો બે દાયકાની ઊંચી સપાટીએ જોવા મળી રહ્યો છે, ફીચના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે પૂરવઠા આંચકાને કારણે વિકાસ દર પર અસર પડશે અને ફુગાવો ઊંચે જશે, જે કોરોના બાદ શરૂ થયેલી રિકવરીને ફટકો મારી રહી છે. વર્ષ ૨૦૨૨માં રશિયાનો જીડીપી ૮% અને ૨૦૨૩માં ૦.૨૦% નેગેટિવ રહેવાનું પણ અનુમાન છે. રશિયા વિશ્વની કુલ ઉર્જા જરૂરિયાતોના લગભગ ૧૦% હિસ્સો નિકાસ કરે છે. કુદરતી ગેસની નિકાસનો હિસ્સો ૧૭% અને ક્રૂડનો હિસ્સો ૧૨% છે. યુક્રેન પર હુમલા બાદ અમેરિકા સહિત અન્ય દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોએ જરૂરી કોમોડિટી અને ક્રૂડના પુરવઠાને જોખમમાં મૂક્યો છે.
તા.૨૪.૦૩.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૩.૦૩.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૨૫૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૭૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૭૨૦૨ પોઈન્ટ થી ૧૭૧૭૦ પોઈન્ટ, ૧૭૦૭૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૩.૦૩.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૬૧૩૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૬૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૦૦૬ પોઈન્ટ થી ૩૫૮૮૮ પોઈન્ટ, ૩૫૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- કોટક બેન્ક ( ૧૭૫૯ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૭૩ થી રૂ.૧૭૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૮૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ગ્રાસિમ ઈન્ડ. ( ૧૫૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૯૭ થી રૂ.૧૬૦૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા કેમિકલ ( ૯૬૩ ) :- રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૭ થી રૂ.૯૮૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- સન ફાર્મા ( ૮૯૮ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૦૯ થી રૂ.૯૧૯ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૭૦૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન એન્ડ સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૧૭ થી રૂ.૭૨૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- બાટા ઈન્ડિયા ( ૧૯૨૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૦૯ થી રૂ.૧૮૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી એન્ટરપ્રાઈઝ ( ૧૮૧૦ ) :- રૂ.૧૮૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૬૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- એસ્કોર્ટ્સ લિ. ( ૧૭૩૧ ) :- કોમર્શિયલ વ્હીકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૭૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- લુપિન લિ. ( ૭૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૭૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૨૭ થી રૂ.૭૧૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રામકો સિમેન્ટ ( ૭૩૦ ) :- રૂ.૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૭૧૭ થી રૂ.૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )