Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઉનાળાના પ્રારંભે જ મહાપાલિકાની ફૂડ શાખા એકશનમાં...

ઉનાળાના પ્રારંભે જ મહાપાલિકાની ફૂડ શાખા એકશનમાં…

10 સ્થળોએથી શેરડીના રસ, શેઈક અને ગોલાના નમૂના લીધા : નુડલ્સ, બાફેલા વાસી બટેટા, મનચ્યુરિયન અને પાસ્તાનો સ્થળ પર નાશ : છ આઈસ ફેકટરીને નોટિસ

- Advertisement -

જામનગર શહેરમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ ફૂડ શાખા હરકતમાં આવી ગઈ હતી અને શહેરમાં 10 સ્થળોએથી શેરડીના રસ, ગોલા,પીઝા સહિતના નમૂના મેળવી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે તેમજ છ આઈસ ફેકટરીમાં નોટિસ ફટકારવામાં આવી હતી.

- Advertisement -

આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઇ છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ગરમી 38 થી 42 ડિગ્રી સુધી પહોંચી ગઈ છે જેને કારણે આગઝરતી લૂમાં લોકો ઠંડાપીણાનો સહારો લેતા હોય છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીની સૂચનાથી ફૂડ શાખા દ્વારા ઉનાળામાં વેચાણ થતા ઠંડા પીણા અને નાસ્તામાં લોકોના સ્વાસ્થ્ય ખરાબ ન થાય તે હેતુથી ચેકીંગ કાર્યવાહી અંતર્ગત ગુરૂદ્વારા ચોકડી પાસે મામદ નુરમામદ બાજરિયા રસ ડીપોમાંથી શેરડીનો લીંબુયુકત રસ, જી. જી. હોસ્પિટલ પાસે શિવમ પાન એન્ડ કોલ્ડ્રીંકસમાંથી શેરડીનો રસ, પંચેશ્ર્વરટાવર પાસે રામજીભાઈ સરબતવાલામાંથી ડ્રાયફૂટ મલાઈ ગોલા (ગુલાબ ઓરેંજ), રંગોલી રસ ડીપોમાંથી શેરડીનો રસ, બોમ્બે ફ્રૂટ એન્ડ જ્યુસમાંથી ચીકુ મીલ્ક શેઈક, એસટી રોડ પરના નિલમ જ્યુસ સેન્ટરમાંથી એપલ જ્યુસ, શ્રીરાજ મંદિર સ્નેકસ એન્ડ શેઈકમાંથી મેંગો મિલ્ક શેઈક, રણજીતનગર રોડ પરના જ્યુસી જયુસ સેન્ટરમાંથી ચીકુ મિલ્ક શેઈક, પટેલ રસ ડીપોમાંથી શેરડીનો રસના નમૂના મેળવી પરીક્ષણ માટે મોકલ્યા હતાં.

જ્યારે ધન્વન્તરિ ગ્રાઉન્ડ સામે, પટેલ કોલોની રોડ પર આવેલા પીઝા હટ, લાપીનોઝ પીઝા, પીઝા પોઇન્ટ, સેમ્સ પીઝામાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યુ હતું. જેમાં એક કિલો નુડલ્સ અને એક કિલો વાસી બાફેલા બટેટા, 500 ગ્રામ મનચ્યુરિયન, ચાર કિલો પાસ્તા અને એક કિલો ભાતનો સ્થળ પર નાશ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

- Advertisement -

ઉપરાંત શહેરના ત્રણબતી વિસ્તારમાં સાધના આઈસ ફેકટરી, બેડેશ્ર્વરમાં આઝાદ આઈસ ફેકટરી, ઓનેસ્ટ આઈસ ફેકટરી, અલરજા આઈસ ફેકટરી, એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં અશોક આઈસ ફેકટરી અને ભુલચંદ એન્ડ કંપની આઈસ ફેકટરી સહિતની છ આઇસ ફેકટરીઓમાં તપાસ કરી જરૂરી સૂચના આપી નોટિસ પાઠવવામાં આવી હતી. ઉપરાંત નવ્યા જનરલ સ્ટોરને વગર લાઈસન્સ અંગેની નોટીસ પાઠવી 10 નંગ ક્રીમ રોલ, 500 ગ્રામ કચોરી, 10 કિલો પ્રાઇમ્સનો તથા પેસ્ટ્રી હાઉસમાંથી ત્રણ કિલો પ્રાઈમ્સનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular