જામનગરમાં ખેડૂતોને રાહત સહાય પેકેજના ચૂકવણા શરૂ થઇ ગયા છે. અત્યાર સુધીમાં કુલ 5.43 કરોડ ખેડૂતોને ચૂકવવામાં આવ્યા છે. અને આ કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે.
જામનગરમાં ચાલુ વર્ષે ખરીદ સિઝન દરમિયાન ખેડૂતોને થયેલ નુકશાનને ઘ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યુ હતું. આ કૃષિ રાહત પેકેજ માટે જામનગરમાં અત્યાર સુધીમાં કુલ 1.31 લાખ ખેડૂતોએ અરજી કરી છે. જે પૈકી 1.29 ટકા એટલે કે 1643 ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ રૂા.5.43 કરોડ ચૂકવવામાં આવ્યા છે. સરેરાશ ખેડૂતોને રૂા.33,049નું ચૂકવણું થયું હોવાનું જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ. ગોહેલએ જણાવ્યું હતું.
View this post on Instagram


