Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજામજોધપુર પંથકમાં પુત્રવધૂને લેવા ગયેલા વૃધ્ધ સસરા ઉપર હુમલો

જામજોધપુર પંથકમાં પુત્રવધૂને લેવા ગયેલા વૃધ્ધ સસરા ઉપર હુમલો

છોડાવવા વચ્ચે પડેલી વૃધ્ધની બહેન ઉપર પણ લાકડી ફટકારી : ચાર શખ્સો દ્વારા કુંડલીવારી લાકડી અને ઢીકાપાટુનો માર માર્યો : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામજોધપુર તાલુકાના ટાકાજળનેશમાં પુત્રવધૂને તેડવા ગયેલા વૃધ્ધ ઉપર ચાર શખ્સોએ એકસંપ કરી કુંડલીવાળી લાકડી વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં વૃધ્ધને છોડાવવા વચ્ચે પડેલી તેની બહેન ઉપર પણ લાકડી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામકંડોરણામાં રહેતા જશરણભાઈ ભારમલભાઈ માવલિયા (ઉ.વ.65) નામના માલધારી વૃધ્ધ ગત તા.29 ફેબ્રુઆરીના રોજ તેના પુત્ર તેજસુરની પત્ની લક્ષ્મીને લેવા માટે તેની જ સગી બહેન વાલીના ઘરે ગયા હતાં. અને વૃધ્ધના ભાઈના વેવાઈ થતા સિધ્ધરાજ ગંગલ સુમેત સહિતના શખ્સોએ વૃધ્ધને કહ્યું કે, પહેલાં તમારા ભાઈની દિકરી મોકલો પછી અમે મોકલશું તેમ કહેતા વૃધ્ધે આરોપીઓને પોતાના ભત્રીજાઓના લગ્ન બાદ અમે અમારી દિકરીઓનું મોકલશું તેવું જણાવતા સિધ્ધરાજ, વાઘરાજ ગગમલ, નાગાજણ ગગમલ અને લાખા ગગમલ નામના ચાર શખ્સોએ એકસંપ કરી વૃધ્ધને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી કુંડલીવાળી લાકડી વડે માર માર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારતા વૃધ્ધની બહેન વાલી છોડાવવા વચ્ચે પડતા સિધ્ધરાજે વાલીબેન ઉપર પણ લાકડી વડે હુમલો કર્યો હતો. ચાર શખ્સો દ્વારા વૃધ્ધ ભાઈ-બહેન ઉપર કરાયેલા હુમલાના બનાવમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાાણના આધારે પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે ચાર શખસો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular