Wednesday, January 14, 2026
Homeરાજ્યહાલારજામજોધપુર પંથકમાં પ્રેમીના પુત્ર દ્વારા પ્રેમિકા ઉપર હુમલો

જામજોધપુર પંથકમાં પ્રેમીના પુત્ર દ્વારા પ્રેમિકા ઉપર હુમલો

જામજોધપુર તાલુકાના ઘેલડા ગામમાં રહેતી મહિલા યુવતીને ભગાડી જવાની બાબતે સમજાવવા ગઈ હતી ત્યારે તેણીના પ્રેમીના પુત્રએ લાકડાના ધોકા વડે આડેધડ ઘા મારી હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ઘેલડા ગામમાં રહેતા અને ખેતી કરતા રેખાબેન આલાભાઈ શીર (ઉ.વ.38) નામની મહિલાને અરજણભાઈ શીર સાથે પ્રેમસંબંધ હોવાથી બંને રાત્રિના સમયે મળ્યા હતા ત્યારે અરજણભાઈને તેના પુત્ર અશ્ર્વિન અને ભરત તથા તેના કાકા રમેશભાઈ યુવતી ભગાડી હતી તે બાબતે સમજાવતા હતાં તે સમયે અશ્ર્વિન અરજણ શીર નામના શખ્સે આવીને મહિલા રેખાબેન ઉપર ઉશ્કેરાઈને ધોકા વડે આડેધડ ઘા મારી ઈજા પહોંચાડી હતી. તેમજ પગમાં તથા હાથમાં હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ થતા પીઆઇ વાય.જે. વાઘેલા તથા સ્ટાફે અશ્ર્વિન અરજણ શીર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular