જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાં રહેતાં અને ફર્નિચરનું કામ કરતો યુવાન તેના મિત્ર સાથે ખાઉધરી ગલીમાં બેઠા હતા ત્યારે એક શખ્સે આવીને તું મારા મિત્રમાં જામીન કેમ ન પડયો? તેમ કહી લાકડાના ધોકા વડે બંને મિત્રો ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડીનાકા પાસે આવેલા કડિયાવાડ શેરી નં.10મા રહેતો અને ફર્નિચર કામ કરતો હિરેેનગર નવલગર ગોસાઈ (ઉ.વ.26) નામનો યુવાન ગત તા.13 ના રોજ રાત્રિના સમયે તેના મિત્ર નિમેષ કિરીટભાઈ ભટ્ટી સાથે કડિયાવાડમાં ખાઉધરી ગલીમાં બેઠા હતાં તે દરમિયાન આસિફ રાઉમા નામના શખ્સે આવી હિરેનગરને તું મારા મિત્રમાં જામીન કેમ ન પડયો ? તેમ કહી અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં મિત્રને બચાવવા વચ્ચે પડેલા નિમેષભાઈ વચ્ચે પડયા હતાં. હુમલો થતા આજુબાજુમાંથી લોકો એકઠા થઈ જતાં આશિફે જતા જતાં હિરેનગરને પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ હિરેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા ડી જી રાજ તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


