ખંભાળિયા શહેર નજીક આવેલા રામનગરના ગુંદમોરા વાડી વિસ્તારમાં રહેતા સતવારા મહેશભાઈ જેંતીલાલ સોનગરા નામના 27 વર્ષના યુવાનના દાદા સ્વ. હરજીભાઈ વેલાભાઈના નામની આવેલી ભાઈઓ ભાગની ચોક્કસ સર્વે નંબર ધરાવતી જમીનમાં ભાગ બટાઈ બાબતે તેમના કુટુંબીજનો એવા હીરાભાઈ ડાયાભાઈ સોનગરા, દામજીભાઈ ડાયાભાઈ સોનગરા, પ્રેમજીભાઈ ડાયાભાઈ, મનીષ દામજીભાઈ, રાહુલ દામજીભાઈ અને કલ્પેશ દામજીભાઈ સાથે અગાઉનું મનદુ:ખ ચાલતું હોય, આ દરમિયાન ફરિયાદી મહેશભાઈએ પોતાના ખેતરને કરેલી કાંટાની વાડ આરોપી હીરાભાઈ સોનગરાએ હટાવી નાખતા આ બાબતે મહેશભાઈ તેના કાકાને કહેવા જતા આરોપીઓએ ઉશ્કેરાઈને મહેશને ફડાકા ઝીંકી દીધા હતા.
આટલું જ નહીં, આ પ્રકરણમાં અન્ય આરોપીઓએ પાવડાના ધોકા, હોકી વિગેરે વડે બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તેમજ ટાંટિયા ભાંગી નાખવાનું કહી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.