Sunday, January 12, 2025
Homeરાજ્યહાલારવીજરખીના વૃધ્ધને કોર્ટ કેસ પરત ખેંચવા હુમલો અને ધમકી

વીજરખીના વૃધ્ધને કોર્ટ કેસ પરત ખેંચવા હુમલો અને ધમકી

- Advertisement -

જામનગર તાલુકાના વીજરખી ગામમાં નિવૃત્ત વૃદ્ધને 11 વર્ષ પૂર્વેની ચૂંટણી બાબતના ઝઘડાનું મનદુ:ખ રાખી કોર્ટ કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી પથ્થરનો ઘા મારી ઈજા પહોંચાડી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના વીજરખી ગામમાં રહેતાં અમરસંગ જેસંગજી ઝાલા (ઉ.વ.71) નામના નિવૃત્ત વૃદ્ધને 11 વર્ષ પહેલાં ચૂંટણી સંદર્ભે તેના જ ગામના ભીમા નરસંગ સોનારા સાથે ઝઘડો થયો હતો. જે સંદર્ભેનો કોર્ટ કેસ ચાલુ હતો તે બાબતનું મનદુ:ખ રાખી ભીખા સોનારાએ વૃધ્ધને આંતરીને અપશબ્દો બોલી કોર્ટ કેસ પરત ખેંચી લેવા ધમકી આપી હતી. ઉપરાંત પથ્થરનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. હુમલો અને ધમકીના બનાવની વૃધ્ધ દ્વારા જાણ કરાતા હેકો સીડી જાટીયા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular