વડોદરા શહેરના માંજલપુરમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં એકાએક સાપ આવી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પરંતુ લોકોએ જોયું તો સાપના આખા શરીરે ડામર ચોંટેલો હોવાથી પીડામાં હતો. તે જોઈ લોકોંએ કરુણા એમ્બ્યુલન્સ 1962 ને કોલ કરી આ ઘટનાની જાણ કરી હતી. અને બાદમાં ટીમના લોકોએ આવીને સાપ નો જીવ બચાવી લીધો હતો.
#vadodara #news #video @ourvadodara #ખબરગુજરાત
વડોદરાના માંજલપુરમાં ઔદ્યોગિક વિસ્તારમાં એકાએક સાપ આવી જતા તેના શરીરે ડામર ચોંટેલો જોઈ લોકોએ કરુણા એમ્બ્યુલન્સ 1962ને કોલ કર્યોબાદમાં ટીમના ડોક્ટર દ્વારા ઝીંક ઓક્સાઇડ અને વેસેલીન લગાવીને સાપના શરીરેથી ડામર દુર કરી નવજીવન આપ્યું pic.twitter.com/cjmKoCJuow
— Khabar Gujarat (@khabargujarat) February 3, 2022
સાપના શરીર ઉપર ઝીંક ઓક્સાઇડ અને વેસેલીન લગાવીને આખા શરીર પરથી ડામર દુર કરી જરૂરી સારવાર કરી કરુણા એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.