બેન્ગ્લુરુંમાં આજથી દુનિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય એર શો ની શરૂઆત થઇ ચુકી છે. આ શો નું નામ છે “ એરો ઇન્ડિયા 2021” જેમાં વિશ્વભરની વાયુસેનાના નવા પ્લેનો પણ જોવા મળશે. અને ભારત સહીતના દેશોની વાયુસેના પોતાની તાકાત બતાવશે. આ શો ત્રણ દિવસ સુધી ચાલશે. આ શો માં દેશ વિદેશની કુલ 601 કંપનીઓ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી ચુકી છે. જેમાંથી ભારતની 523 કંપનીઓ છે અને અન્ય 14 દેશો માંથી 78 કંપનીઓએ ભાગ લીધો છે.
ભારતમાં દર બે વર્ષે આ શો યોજવામાં આવે છે. દુનિયાભરના અલગ-અલગ વાયુસેનાના નવા પ્લેનો, હથિયારો, હેલિકોપ્ટરો અને ટેક્નોલોજીને ત્રણ દિવસ સુધી બેંગલુરુના યેલાહાંકા એરફોર્સ સ્ટેશન પર પ્રદર્શિત કરવામાં આવશે.આ વખતે કોરોના મહામારી વચ્ચે એરો ઇન્ડિયાની શરૂઆત થઇ ચુકી છે. જણાવી દઈએ કે આ શો માં ભરત પોતાના સ્વદેશી હથિયાર,મિસાઈલ અને ફાઈટર જેટનું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. જેમાં શરૂઆતમાં ભારતમાં બનેલા એરક્રાફ્ટસે ગગનમાં પોતાની શક્તિ બતાવી હતી જેમાં તેજસ, HTT-40 ટ્રેનર એર ક્રાફ્ટ, 1 hawk-i, IJTનું એરક્રાફ્ટ, Dornier 228 સામીલ હતા. આ ઉપરાંત સુખોઈ,-30 MKI, જગુઆર એ પણ પોતાની તાકાત બતાવી હતી. આ ઉપરાંત 1947 ભારત-પાક યુદ્ધમાં મજબૂત દાવેદારી નિભાવનારી વિન્ટેજ ડકોટા (પરશુરામ) એરક્રાફ્ટ પણ આ એર ઈન્ડિયા શોમાં હિસ્સો લઈ રહ્યા છે. બેન્ગ્લુરૂના આકાશમાં વિશ્વભરના પ્લેન-હેલીકોપ્ટરનો ત્રણ દિવસ સુધી મેળો જામશે. આ વખતે કોરોના મહામારીના કારણે સામાન્ય લોકોને શો માં ઉપસ્થિત રહેવા માટે મંજુરી આપવામાં આવી નથી.