ભારતમાં સતત બીજા દિૃવસે કોરોનાના નવા કેસનો આંકડો 40,000ને પાર ગયો છે. પાછલા 24 કલાકમાં મૃત્યુઆંક 200ની નજીક પહોંચ્યો. જ્યારે સતત નવા કેસની સંખ્યા વધવાના કારણે એક્ટિવ કેસનો આંકડો આખરે ફરી 3 લાખને પાર થઈ ગયો છે. સતત નવા કેસ અને મૃત્યુઆંક વધવાના કારણે પાછલા વર્ષે જે રીતે કોરોનાના કેસ વધતા હતા તેના કરતા ઝડપથી કેસમાં વધારો નોંધાઈ રહૃાો છે. એકલા મહારાષ્ટ્રમાં જ 90 કરતા વધુ લોકોએ એક જ દિૃવસમાં કોરોના સામે દૃમ તોડ્યો છે. આ સાથે દૃેશમાં એક્ટિવ કેસોનો આંકડો ફરીથી 3 લાખની પાર પહોંચ્યો છે.
આ વર્ષમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. ભારતમાં અત્યાર સુધી 4,46,03,841 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં પાછલા 24 કલાકમાં વધુ 43,846 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 22,956 દૃર્દૃીઓ સાજા થયા છે.
ભારતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 1,15,99,130 પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ 1,11,30,288 દૃર્દૃીઓ કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે. ફેબ્રુઆરી બાદૃ નવા કેસની સંખ્યામાં સતત વધારો થવાની સામે સાજા થનારા દૃર્દૃીઓની સંખ્યા ઓછી રહેવાના લીધે દૃેશમાં એક્ટિવ કેસનો આંકડો 3 લાખને પાર કરીને 3,09,087 પર પહોંચી ગયો છે. એક સમય આ આંકડો એક લાખની અંદૃર પહોંચવાની તૈયારીમાં હતો જોકે, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, દિૃલ્હી સહિતના રાજ્યોમાં નવા કેસની સંખ્યા વધવાથી એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહૃાો છે.
પાછલા 24 કલાકમાં દૃેશમાં વધુ 197 દૃર્દૃીઓએ કોરોના સામે દૃમ તોડ્યો છે, જેની સાથે દૃેશનો કુલ મૃત્યુઆંક વધીને 1,59.755 થઈ ગયો છે. ભારતમાં નોંધાતા નવા કેસનો આંકડો 115 દિૃવસ પછી નવો રેકોર્ડ તોડ્યો છે. 24 કલાકમાં નોંધાયેલા 197 મૃત્યુઆંક સાથે 97 દિૃવસ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. દૃેશમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે.
જ્યાં 24 કલાકમાં 13,446 નવા કેસ નોંધાયા છે, અને વધુ 92 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.ભારતમાં અત્યાર સુધીમાં 4,46,03,841 લોકોને કોરોના વાયરસના ડોઝ આપવામાં આવ્યા છે. હાલ દૃેશમાં 45 વર્ષથી વધુની ઉંમરના ગંભીર બીમારીથી પીડાતા અને 60 વર્ષથી વધુની ઉંમરના નાગરિકોને રસીના ડોઝ આપવામાં આવી રહૃાા છે.
આઇસીએમએર મુજબ 23,35,65,119 લોકોના કોરોના ટેસ્ટ માટે 20 માર્ચ સુધીમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે વધુ 11,33,602 લોકોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.