Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતકોરોનાકાળ દરમ્યાન ગુજરાતમાં 27 લાખથી વધુ જનધન ખાતાં નિષ્ક્રિય હોવાથી ‘સહાય’ ન...

કોરોનાકાળ દરમ્યાન ગુજરાતમાં 27 લાખથી વધુ જનધન ખાતાં નિષ્ક્રિય હોવાથી ‘સહાય’ ન મળી !

- Advertisement -

કોરોનાકાળમાં ગરીબો માટે સરકારી જાહેરાતો પણ મદદ જ ન મળી.કોવિડની પહેલી લહેર પછી નવા 9.65 લાખ જનધન ખાતાં ખૂલ્યાં હતા.

કોરોના મહામારીના સમયે ગુજરાતમાં 28મી જુલાઈ 2021ની સ્થિતિએ 1.57 કરોડ જનધન ખાતાં પૈકી 27.08 લાખ એટલે કે 17 ટકા બેંક એકાઉન્ટ નિષ્ક્રિય છે, જેના કારણે મોટા ભાગના લોકો સરકારી સહાયથી વંચિત રહ્યા છે, ખાતાં નિષ્ક્રિય હોવાના કારણે ટ્રાન્જેક્શન ફેઈલ થતાં સામાન્ય-ગરીબ-મજૂરો-ખેત મજૂરો-નાના ખેડૂતો પણ સરકારી સહાય યોજનાથી વંચિત રહ્યા છે.

કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની સરકારી બેંકોમાં નિષ્ક્રિય પીએમ જનધન બેંક ખાતાંનો તાજેતરમાં જ રિપોર્ટ બહાર પાડયો છે, જેમાં આ હકીકત સામે આવી છે. કોરોનામાં ગરીબો માટે સરકારે વિવિધ સહાય જાહેર કરી હતી, જે ડીબીટી એટલે કે જે તે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી રકમ જમા થતી હોય છે, કોરોનાકાળમાં ગુજરાતમાં જનધન ખાતાંની સંખ્યા 9.65 લાખ વધી છે એટલે કે આ નવા ખાતાં ખૂલ્યા છે.

માર્ચ 2020 સુધીમાં 1.47 કરોડ જનધન ખાતાં હતા, જે પૈકી 22 ટકા જેટલા ખાતાં નિષ્ક્રિય હતા, જુલાઈ 2021ની સ્થિતિએ પીએમ જનધન ખાતાંની સંખ્યા વધીને ગુજરાતમાં 1.57 કરોડે પહોંચી હતી. ગુજરાતમાં નિષ્ક્રિય બેંક એકાઉન્ટના લીધે ગરીબો કરોડોની સરકારી સહાયથી વંચિત રહ્યા છે. મહત્ત્વનું છે કે, ગુજરાતના 1.63 લાખ ખેડૂતો પણ કિસાન સહાય યોજનાથી વંચિત રહ્યા છે. સરકારનો દાવો છે કે, બેંકોને સૂચના આપવામાં આવી છે કે, ડીબીટીની ચુકવણી મંજૂર કરવી જોઈએ, જેથી નિષ્ક્રિય બેંક એકાઉન્ટના કારણે કોઈ સહાયથી વંચિત ન રહે.ખાતાં નિષ્ક્રિય ન કરવા પણ સૂચન કરાયું છે.

પ્રધાનમંત્રી કિસાન યોજનામાં ખેડૂતોને દર ચાર મહિને બે હજાર ચુકવણી થતી હોય છે, કોરોનાકાળમાં બેંક ટ્રાન્ઝેક્શન ફેઈલ થતાં ગુજરાતના 1.63 લાખ જેટલા ખેડૂતોના 32.64 કરોડ સલવાયા છે, 1.63 લાખ ખેડૂતો સરકારની સહાય યોજનાથી વંચિત રહ્યા છે, પહેલી ફેબ્રુઆરીથી 30મી જૂન 2021 સુધીના આ આંકડા છે, ટ્રાન્ઝેક્શન ફેઈલ થવાના કારણોમાં મોટા ભાગમાં બેંક ખાતાં નિષ્ક્રિય હોવા ઉપરાંત બ્રાંચ બદલાઈ ગઈ હોય, આધાર-બેંક એકાઉન્ટ લીંક ન હોય તે સહિતની બાબતો સામેલ છે.

એકંદરે 1,63,228 ખેડૂતોના ખાતામાં હજુ સુધી બે હજારનો હપ્તો જમા થઈ શક્યો નથી. વિવિધ રાજ્યોમાં પણ ટ્રાન્ઝેક્શન ફેઈલ થયા છે, જેમાં સરકારી સહાય પડતર છે, ઉત્તર પ્રદેશમાં આવા 10.03 લાખ કેસ છે, એ જ રીતે મધ્યપ્રદેશ 6.27 લાખ, મહારાષ્ટ્ર 5.01 લાખ, ઓડિસા 2.50 લાખ, કર્ણાટક 2.46 લાખ, આંધ્રપ્રદેશ 2.11 લાખ અને ગુજરાતમાં 1.63 લાખ કિસ્સા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular