જામનગર શહેરના ઘાંચીની ખડકી પાસેના વિસ્તારમાં યુવાન ઉપર ચાર થી પાંચ જેટલા લોકોએ કોઇ કારણસર ધોકા અને પાઈપ વડે હુમલો કરતા ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે પહોંચી જઇ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ઘાંચીની ખડકી નજીક સાદીકભાઈ બસીરભાઈ વેહવારીયા નામના યુવાન ઉપર સાંઈડાડાની દરગાહ નજીક ચાર થી પાંચ જેટલા શખ્સોએ ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીઆઈ સિટી એ ડીવીઝનના પીઆઈ એમ.એ. ચાવડા તથા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને ઈજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે હુમલાખોરો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.