Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરફૂડશાખા દ્વારા 12 જેટલા ખાદ્ય પદાર્થના નમૂના પરિક્ષણ અર્થે મોકલાયા

ફૂડશાખા દ્વારા 12 જેટલા ખાદ્ય પદાર્થના નમૂના પરિક્ષણ અર્થે મોકલાયા

છ ખાદ્ય તેલના નમૂના પણ લેવાયા : ખાણીપીણીના રેંકડી ધારકોને ફૂડ રજીસ્ટ્રેશન મેળવવા તાકીદ કરાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 15 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લઇ પરિક્ષણ અર્થે વડોદરા મોકલવામાં આવ્યાં હતાં તેમજ ઓઇલ મીલમાંથી છ જેટલા ખાદ્ય તેલના નમૂના અમદાવાદ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં હતાં તેમજ રોડ ઉપર ઉભા રહેતાં ખાણી-પીણીના રેંકડી ધારકોમાં પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

શ્રાવણ માસના તહેવારને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના મુજબ અલગ અલગ વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યાં હતાં. જેમાં જૂના રેલવે સ્ટેશન પાસે આશનદાસ સ્વીટ માર્ટમાંથી ફરાળી ચેવડો, ઝુલેલાલ સ્વીટ માર્ટમાંથી ફરાળી ચેવડો, બેડી ગેઈટ પાસે વાહે ગુરૂ સ્વીટ માર્ટમાંથી ફરાળી ચેવડો, કિરીટ ફરસાણ માર્ટમાંથી સલી ચેવડો, રણજીત રોડ પાસે જય અંબે એન્ટરપ્રાઈઝમાંથી રાજગરાનો લોટ, ગે્રઈન માર્કેટમાં ઓમકાર ટે્રડર્સમાંથી રાજગરાનો લોટ, પેલેસ રોડમાંથી ભાગ્યલક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ કાજુકતરી, પટેલ કોલોનીમાંથી શ્રીજી ગોરસમાં કેસરી પૈંડા, શરૂ સેકશન અંબિકા સ્વીટ એન્ડ નમકીનમાંથી સીલ્વર ફોઇલ માવા બદામ રોલ, પટેલ કોલોનીમાંથી કિરીટ સ્વીટમાંથી બ્રાઉન પૈંડા, ખોડિયાર કોલોનીમાંથી સીબારો ફૂડ વરખવાળી કાજુ કતરી, ખોડિયાર કોલોનીના જલારામ સ્વીટ પેરેસમાંથી કેસરી પૈંડાના નમૂના લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત મામલતદાર જામનગર શહેર દ્વારા મળેલ ફરિયાદ અનુસંધાને મહાનગરપાલિકાના એફએસઓ એ અંબરચોકડીથી ડીકેવી કોલેજ સુધીના રોડની બન્ને સાઈડ ઉભા રહેતાં ખાણીપીણીના ધંધાર્થીઓમાં ચકાસણી કરી તમામ રેંકડીધારકોને સત્વરે ફૂડ રજીસ્ટે્રશન મેળવી લેવા તેમજ તમામ ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા અને રસ્તા પર અન્ય કોઇ ન્યુસન્સ ઉભા ન થાય તે જોવા તાકીદ કરવામાં આવી હતી. વધુમાં પાંચ રેંકડીધારકોને ફૂડ રજીસ્ટે્રશન આપવામાં આવ્યાં હતાં.

- Advertisement -

તેમજ બેડેશ્ર્વર તથા એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં ઓઇલ મીલમાં પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. બેડેશ્ર્વરમાં આવેલ વેસ્ટર્ન ઓઇલ મીલમાંથી સીંગ તેલ (ઉત્સવ બ્રાન્ડ), શ્રીજી ઓઇલ મીલમાંથી સીંગતેલ (શ્રીજી બ્રાન્ડ), ક્રિષ્ના ઓઇલ ઈન્ડસ્ટ્રીઝમાંથી પ્રીમીયમ ડબલ ફિલ્ટરડ સીંગતેલ (તીનએકકા બ્રાન્ડ), પટેલ ઓઇલ મીલમાંથી રીફાઈન્ડ પામોલીન તેલ (સુપર બ્રાન્ડ) તથા એમ.પી.શાહ ઉદ્યોગનગરની જે.પી. ઓઇલ ઈન્ડસ્ટ્રીઝમાંથી રીફાઈન્ડ પામ ઓઇલના નમૂના લઇ અમદાવાદ લેબોરેટરી ખાતે પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular