જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા બે-ચાર દિવસથી વરસાદી વાતાવરણ રહ્યાં બાદ ગઇકાલે સાંજથી વાતાવરણમાંથી પલ્ટો આવ્યો હતો. જેના પરિણામે કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતાં. તો બીજી તરફ આજે સવારે જામનગર શહેરમાં પણ વાતાવરણમાં પલ્ટા સાથે વરસાદી ઝાપટા જોવા મળ્યાં હતાં. જામનગરમાં વરસાદી ઝાપટાના કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જામનગરના હાપા માર્કેટ યાર્ડ ખાતે આજે વરસાદના પરિણામે અજમાની જણસો પલળી ગઇ હતી.યાર્ડમાં ખુલ્લામાં અજમાની જણસીઓ પડી હોય, વરસાદના કારણે પલળી જવા પામી હતી.