મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. આજે તેની જામીન અરજી પર સુનાવણી થશે. આર્યન ખાનને બોલીવુડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ ડ્રગ્સ આપ્યું હોવાની વાત તેમજ આર્યન અને અનન્યાના ડ્રગ્સ સબંધિત વ્હોટ્સએપ ચેટમાં એનસીબી અનન્યા પાંડેની પૂછપરછ કરી રહી છે. બન્નેના ચેટના સ્ક્રીનશોટ સામે આવ્યા તેમાંથી એક ગ્રુપચેટનો છે. જેમાં આર્યન ખાન પોતાના મિત્રોને એનસીબીની ધમકી આપી રહ્યો છે.
આર્યન ખાનની નવી વ્હોટ્સએપ ચેટમાં તે અન્ય બે સાથે કોકેન અંગે ચર્ચા કરે છે. અન્ય એક ચેટમાં આર્યન ખાન તથા અનન્યા પાંડે વીડ અંગે વાત કરે છે. તેમજ આર્યને અચિત કુમાર પાસેથી 80હજાર રૂપિયાનું ડ્રગ્સ પણ મંગાવ્યું હતું.
ઇન્ડિયા ટુડે ટીવી ગ્રુપને જે સ્ક્રીનશોટ મળ્યા છે જેમાં જુલાઈ 2019માં આર્યન અને અનન્યા વચ્ચે મેસેજમાં વાત થઇ હતી આર્યન અનન્યા પાસેથી વિડ માંગે છે અને અનન્યા તે ડીમાન્ડમાં હોવાની વાત કરે છે અને આર્યન છુપી રીતે તેના પાસેથી લેવાની વાત કરે છે. અને તે જ દિવસે આર્યન તેણીને વિડલાવી કે નહી તે અંગે પૂછે છે.
એનસીબીને 2021ની એક ચેટ મળી છે જેમાં આર્યન પોતાના દોસ્તો ને કાલે કોકેન લઈશું હું તમારા માટે લાવી રહ્યો છુ. તેમ કહી રહ્યો છે.