દિલ્હીમાં 9 વર્ષની દલિત બાળકી સાથે રેપ અને હત્યાના મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદકેજરીવાલ બાળકીના પરિવારને મળવા પહોચ્યા હતા તે દરમિયાન તેઓએ વિરોધનો સામનો કરવો પડ્યો. અને જયારે તેઓ સ્ટેજ ઉપર ભાષણ આપવા પહોચ્યા ત્યારે તેઓ નીચે પડી ગયા જેનો વિડીઓ સામે આવ્યો છે.
પીડિતાના પરિવારને મળવા પહોચેલા કેજરીવાલ ભારે વિરોધ વચ્ચે સ્ટેજ ઉપર પહોચ્યા અને પડી ગયા બાદમાં સુરક્ષાકર્મીઓએ તેમને ઉભા કર્યા અને કઈ બોલ્યા વગર જ તેઓ ગાડીમાં બેસીને નીકળી ગયા. વિડીઓમાં જોઈ શકાય છે કે સ્ટેજ ઉપર ભારે ભીડ હોવાના લીધે કેજરીવાલ નીચે પડી ગયા હતા.