જામનગરની નાટ્ય સંસ્થા ધૂમકેતુ દ્વારા આવતીકાલે તા. 18ના શનિવારે સાંજે 6.30 કલાકે હોટલ કલાતીત, ત્રણબત્તી પાસે, જામનગરમાં હંમેશા યાદ રહેશે નામનાં કલાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ફૂલછાબ દૈનિકનાં જનરલ મેનેજર નરેન્દ્રભાઈ ઝીબાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
કાર્યક્રમમાં જામનગરનાં શબ્દસ્થ સાહિત્યકારો કવિ હરકિશનભાઇ જોશી, મહેશભાઇ જોશી તથા લાભશંકર રાવળ શાયરને સંગીતમય શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ઉપરાંત તાજેતરમાં ચિરવિદાય લેનાર પત્રકાર દિનેશભાઇ વોરાને પણ સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવશે. આ તકે જામનગરનાં કવિ ડો. સતિષ વ્યાસ ‘શબ્દ’ તથા દિનેશભાઇ માવલનું સન્માન પણ કરવામાં આવશે.