આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેના ભાગરૂપે એનડીસી અને જામનગર મહાનગરપાલિકાના સહયોગથી શહેરના કલાકારો દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ ને અનુરૂપ તૈયાર કરેલ કૃતિઓનું ચિત્ર પ્રદર્શન લાખોટા કોઠા ખાતે મેયર બીનાબેન કોઠારીના હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું હતું.
તા. 13 /14 અને 15ના રોજ નિહાળી શકશે.
આ કાર્યક્રમમમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ ભાઈ કગથરા, 78 વિધાનસભાના હિરેનભાઈ પારેખ, ગઉઈના જયેશભાઈ વાઘેલા, ક્યુરેટર બુલબુલબેન ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કલાકારોને ઉપસ્થિત અતિથિ વિશેષના હસ્તે સર્ટિફિકેટ અને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા.