Wednesday, March 18, 2026
Homeરાજ્યદેવભૂમિ દ્વારકામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગમન

દેવભૂમિ દ્વારકામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગમન

દ્વારકાના હેલીપેડ ખાતે ગૃહમંત્રીનું સ્વાગત કરાયું

 દેશના કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન થતાં દ્વારકાના હેલીપેડ ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય  પબુભા માણેક, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુભાઈ બેરા ,જિલ્લા પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોતિબેન સામાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ, સંદીપસિંહ માણેક, મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેરે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું હતું. બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત અહીંના જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિતના અધિકારીઓએ પણ કેન્દ્રીય ગૃહમંત્રીને આવકાર્યા હતા.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular