Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં રશિયન વેક્સિન સ્પૂતનિક-વીનું આગમન, જાણો એક ડોઝની કિંમત

ગુજરાતમાં રશિયન વેક્સિન સ્પૂતનિક-વીનું આગમન, જાણો એક ડોઝની કિંમત

- Advertisement -

ગુજરાતમાં અત્યાર સુધી લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિન આપવામાં આવી રહી હતી. ત્યારે હવે ગુજરાતીઓ રશિયન વેક્સીન સ્પૂતનીક-વી પણ લઇ શકશે. ગુજરાતમાં સ્પૂતનિક-વી નું આગમન થયું છે. રાજ્યમાં સુરતની કિરણ હોસ્પિટલ તથા અમદાવાદની ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલને સ્પુતનિક-વી વેક્સિનના 1200 ડોઝ મળ્યા છે. છેલ્લા 3 દિવસમાં સમગ્ર રાજ્યમાં 336 લોકોને સ્પુતનિક-વી વેક્સિન અપાઈ છે, જેમાં અમદાવાદમાં 175 અને સુરતમાં 161 લોકોએ રસી લીધી. અમદાવાદમાં 425 અને સુરતમાં 439 ડોઝ સ્ટોક ઉપલબ્ધ છે.

- Advertisement -

 ગુજરાતમાં કોરોનાને નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે આરોગ્ય વિભાગે રસીકરણને વેગવંતુ બનાવવા અભિયાન શરૂ કર્યુ છે જેના ભાગરૂપે હવે અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલમાં સ્પૂતનિક-વી વેક્સીન આવી પહોચી છે. આ રસી ખાનગી હોસ્પિટલને પ્રત્યેક ડોઝ રૂ. 948માં મળશે, જેની ઉપર 5 ટકા જીએસટી લેખે રૂ. 47 ટેક્સ લાગશે. ખાનગી હોસ્પિટલ ડોઝદીઠ મહત્તમ રૂ. 150 ચાર્જ લઈ શકશે, એટલે સ્પુતનિક-વીનો એક ડોઝ રૂ. 1145માં મળશે.

દેશના 12 રાજ્યોમાં સ્પૂતનિક-વીના 44000 ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં માત્ર 1200 ડોઝ આવ્યા છે.  અમદાવાદ અને સુરતમાં કુલ 336 લોકોને સ્પુતનિક વી આપવામાં આવી છે. હાલમાં સ્પુતનિક-વી રસી ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકોને અપાઈ રહી છે. હજુ સુધી જનરલ પબ્લિક માટે એની શરૂઆત થઈ નથી. ડો. રેડ્ડી લેબોરેટરી હૈદરાબાદ તરફથી રસીનો સ્ટોક મળશે તેમ તેમ જનરલ પબ્લિકને પણ રશિયન રસી મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular