ખંભાળિયા શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી એક વાનર જોવા મળી રહ્યો છે. જુદા-જુદા વિસ્તારોમાં કોઈપણ જાતની દેખીતી કનડગત વગર ફરી રહેલા આ વાનરે લોકોમાં કુતૂહલ પ્રસરાવ્યું છે.
ખંભાળિયાના પોશ વિસ્તાર એવા નવાપરા નજીક એક મકાનની છત ઉપર આ વાનરે દેખા દીધી હતી. આ સ્થળે આશરે પાંચ મિનિટ જોવા મળેલા વાનર થોડીવારમાં કૂદકો લગાવી અહીંથી ચુનારાવાડ વિસ્તારમાં અલોપ થઈ ગયો હતો. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે આ વાનર અહીંના રામનાથ સોસાયટી વિસ્તારમાં પણ હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. છેલ્લા બે- ત્રણ દિવસથી દેખા દેતા આ વનરે શહેરમાં જોણું સર્જ્યું છે.