ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે પધાર્યા છે.તેઓ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં સહભાગી થવા જામનગર પધાર્યા છે ત્યારે મુખ્યમંત્રીને જામનગર એરપોર્ટ ખાતે મેયર બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જગદીશસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.