Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં તરૂણી સાથે દુષ્કર્મની ઘટનામાં સગીર સહિત બે શખ્સોની ધરપકડ

જામનગરમાં તરૂણી સાથે દુષ્કર્મની ઘટનામાં સગીર સહિત બે શખ્સોની ધરપકડ

કારખાનામાં મજૂરીકામ કરતી તરૂણી સાથે દુષ્કર્મ : કારખાનેદારના સગીર પુત્ર અને એક શ્રમિકની ધરપકડ

- Advertisement -

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં આવેલા કારખાનામાં કામ કરતી તરૂણી સાથે કારખાનેદારના સગીર પુત્ર અને એક કર્મચારીએ દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવમાં પોલીસે કારખાનેદારના પુત્ર સહિત બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં એક કારખાનામાં મજૂરી કામે જતી તરૂણી સાથે દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી કારખાનેદારના સગીર પુત્રની અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે કારખાનામાં કામ કરતા એક શ્રમિકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. સગીરાના પેટમાં અઢી માસનો ગર્ભ હોવાનું પરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવ્યું છે. જામનગરમાં રહેતી 16 વર્ષની એક તરૂણી તેજ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં મજૂરી કામે જતી હતી. જ્યાં કારખાનેદારના સગીર વયના પુત્ર તેમજ કારખાનામાં કામ કરતા દિપક સીદુભાઈ નામના પરપ્રાંતિય શ્રમિક બન્નેએ દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી.

આ બનાવમાં પોલીસે તરૂણીની તબીબી ચકાસણી દરમિયાન અઢી માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંન્ને આરોપીઓ સામે દુષ્કર્મની કલમ તેમજ પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને કારખાનેદારના સગીર પુત્રની અટકાયત કરી લઇ રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યો છે. જયારે પરપ્રાંતિય શ્રમિક દિપકની ધરપકડ કરી લઇ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં પોકસો એકટ હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે, અને અદાલત સમક્ષ રજૂ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular