Saturday, January 11, 2025
Homeરાજ્યજામનગરઅપહરણ સમયે સગર્ભા મહિલાની હત્યા નિપજાવનાર હત્યારાઓની ધરપકડ

અપહરણ સમયે સગર્ભા મહિલાની હત્યા નિપજાવનાર હત્યારાઓની ધરપકડ

મૃતકની બહેનનું ચાર બુકાનીધારીઓ દ્વારા અપહરણ : મૃતક અને તેણીના પતિ જાગી જતા પ્રતિકાર કર્યો : બુકાનીધારીઓનો સગર્ભા અને તેણીના પતિ ઉપર હુમલો: સારવાર દરમિયાન સગર્ભાનું મોતથી બનાવ હત્યામાં પલ્ટાયો

- Advertisement -

જામનગર તાલુકાના લોઠીયા ગામની સીમમાં યુવતીનું અપહરણ કરવા આવેલા ચાર બુકાનુધારીઓનો પ્રતિકાર કરતી યુવતીની મોટી બહેન ઉપર જીવલેણ હુમલો કરાતા મોત નિપજ્યા બાદ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ પ્રકરણમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી અદાલતમાં રજૂ કર્યા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના લોઠીયા ગામના વાડી વિસ્તારમાં રહેતાં અને ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની બહાદુર દોલાભાઈ ભુરીયા (ઉ.વ.35) તેના પરિવાર સાથે ગત તા.31 ના રાત્રિના સમયે ઝુપડામાં સુતા હતાં તે દરમિયાન બહાદુરની સાળીનું ચાર બુકાનીધારીઓ દ્વારા અપહરણ કરવા આવ્યા હતાં અને અપહરણ કરવા જતાં હતાં ત્યારે યુવતીની બહેન અને બનેવી બંને જાગી જતા તેમણે ચાર બુકાનીધારીનો પ્રતિકાર કર્યો હતો. જેથી અપહરણકર્તાઓએ સગર્ભા લલીતાબેન ઉર્ફે લલી અને તેણીના પતિ બહાદુર ઉપર હુમલો કર્યો હતો. આ હુમલમાં પેટમાં ગંભીર ઈજા પહોંચતા લલીતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાંથી તેણીના વતનમાં લઇ જતાં સમયે રસ્તામાં મોત નિપજ્યું હતું.

હુમલાનો બનાવ હત્યામાં પલ્ટાયો હતો આ બનાવ અંગેની મૃતકના પતિ બહાદુર દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે વાડી વિસ્તરામાં ખેતમજૂરી કરતા પીશુ ઉર્ફે રમેશ બામણિયા, દિનેશ નગરશી બામણિયા, સુંદર નગરશી બામણિયા, ભાવસીંગ દિપસીંગ વાસ્કલે નામના ચાર શખ્સોની ધરપકડ કરી અદાાલતમાં રજૂ કરતા અદાલતે જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular